વિરોધ:વિરપુરના તળાવની પાળના કામમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યાંનો આક્ષેપ

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. પં.ના ભાજપના ઉપપ્રમુખ સહિત પૂર્વ સરપંચે કામો સામે વિરોધ દર્શાવ્યો

વિરપુર તાલુકાના ભાટપુર મોતીપુરા તળાવના પાળ બનતાની સાથે વિવાદમાં આવી છે. પાળનું પથ્થર પીચીંગ કામ નાની સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યું હોવા છતા પાળના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે વિરપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખના પ્રતિનિધિ મહેન્દ્રસિંહ બારીયા તથા પૂર્વ સરપંચ જુજારસિંહ બારીયા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા પીચિંગ કામની યોગ્ય તપાસ નહીં થાય તો ગ્રામજનોને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ભાટપુરના મોતીપુરા તળાવ બે વર્ષ પહેલા ભારે વરસાદના કારણે તળાવની પાળ તૂટી ગઈ હતી. ત્યારે આ તળાવની પાળનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું રહ્યું છે. છેલ્લા 20 દિવસથી આ કામ ચાલી રહ્યું હોવા છતા ઇજનેરો અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરાઈને કોઈ પણ જાતનું પીચિંગ કે લેવલિંગ કરવામાં આવ્યું નથી. તેમજ આ દિવાલ બન્યા ચાર પાંચ દિવસ પણ પૂર્ણ થયા નથી તેટલામાં સુરક્ષા દિવાલમા તિરાડો પડી હોવાનું જોવા મળે છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી હોવાની સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.

જનતા હિતમાં વાપરવાના હતા એવા કરોડો રૂપિયા કેટલાક લેભાગુ કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં પહોંચી ગયાનું પણ બહાર આવ્યું છે, ત્યારે સવાલોએ ઉઠ્યા કે લાખોના કામો આટલા બિલો ચૂકવાયા તેમાં જે તે અધિકારીઓએ કામોની સ્થળ પર તપાસ કર્યા વગર કેમ મંજૂર કર્યા હશે. તથા તપાસની તસ્દી કેમ લીધી ન હતી. જો આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવતા કેટલાકના તપેલા ચઢી જવાના ભણકારા વાગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...