કાર્યવાહી:પરિણીતાની આબરૂ લેવાની કોશિષ કરતાં પિકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિકઅપ ડાલાનો ચાલક બાદરપુરાનો હોવાનું જણાવ્યું
  • વિરપુર પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી

વિરપુર તાલુકાના એક ગામે રહેતી પરિણીત મહિલા સાસરીમાંથી બહેનની ખબર જોવા માટે ગયા હતા. બપોરના જમી સાંજના સુમારે વિરપુર બસસ્ટેન્ડ આવ્યા હતા. ત્યાંથી સાસરીમાં આંતરીયાળ ગામમાં જવા માટે વાહનની રાહ જોતા હતા. તે સમયે એક પિકઅપ ડાલાના ચાલકે પૂછેલ ક્યાં જવું જેથી પરીણીત મહિલાએ ગામનુ નામ આપતા પિકઅપ ડાલાના ચાલકે કહેલ કે હુ ત્યા જ જાવ છુ. જેથી પરિણત મહિલા પીકઅપ ડાલાની કંડકટર સાઈડમાં બેસી ગયા હતા.

થોડે દુર જતા પીકઅપ ડાલાના ચાલકે મહિલાનો હાથ પકડી બિભત્સ વર્તન કરી પીકઅપ ડાલુ ઉભુ રાખી દીધુ હતુ. જેથી મહિલાએ પ્રતિકાર કરતા ડાલામાં પડેલ ચાલકનો મોબાઇલ લઇ ભાગવા લાગ્યા હતા. જેથી પરીણીત મહિલાની પાછળ પિકઅપ ડાલાનો ચાલક બળવંત પોતાનો મોબાઇલ લેવા માટે દોડ્યો હતો. પરંતુ પાછળ કોઇ વાહન આવતા બળવંત તેનુ પીકઅપ ડાલુ લઇને ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે પરીણીત મહિલાઅે વિરપુર પોલીસ મથકે પીકઅપ ડાલાના ચાલક બળવંત રમણભાઇ તલાર રહે- બાદરપુરા તા-વિરપુર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...