માગ:ચરોતર સાવધાન : વીરપુર તાલુકામાં લમ્પીની એન્ટ્રી

વીરપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુઓને વહેલી તકે રસી આપવા માગ

કોરોના બાદ વીરપુરમાં લમ્પી વાયરસે પગ પેસારો કરતા પશુપાલકો ચિંતીત થવા પામ્યા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં લેમ્પી વાયરસના કારણે પશુઓના મોત નીપજી રહ્યા હોવાને કારણે વીરપુર તાલુકાના ગામમાં બહારથી લાવેલી ગાયોમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.

વીરપુર તાલુકાના રોઝાવ મોતીખાંટના મુવાડા ગામમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો મળતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હતો.વીરપુરમાં લમ્પી વાયરસ નામના રોગચાળાએ ભારે હાહાકાર મચાવ્યો હતા.

તથા રોગના કારણે અનેક અબોલ પશુઓના જીવા પામ્યા હતા. રાજ્ય સરકારના પણ એલર્ટ રહેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ વાયરસના લક્ષણો રોઝાવના મોતીખાંટના મુવાડા ગામમાં રહેતા ખાંટ પ્રકાશભાઈ જેસિંગભાઈની ગાયમાં દેખાતા તેમણે તાત્કાલિક આ ઘટનાની જાણ વીરપુર પશુ તબીબને કરતા તેઓએ સ્થળ પર આવી પ્રથમ દર્ષ્ટિએ લમ્પી વાયરસના લક્ષણ જણાવ્યા હતા.

જેથી તેમને તે મુજબની સારવાર શરુ કરી હતી. ખેડૂતોએ આ રોગચાળા બાબતે અમુલ ડેરીને તેમજ સરકારી વિભાગને જાણ કરી આ રોગચાળો વધુ ન ફેલાઈ તે માટે પશુઓને તાત્કાલિક રસી આપવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...