સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વછતા માટે ગામડાઓમાં કચરા પેટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે વિરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયતમાં કચરો ઉપાડવાની લારી અને કચરાપેટીઓ બિન ઉપયોગી થતા સરકારી નાણાંનો વેડફાટ થયો છે. કચરાને એકત્રીત કરવા ગ્રામ પંચાયતને લારી અને કચરાપેટી આપવામાં હતી. પરંતુ ભાટપુર ગ્રામ પંચાયતની અંદર પંચાયતના ઓરડામાં લારીઓ પડી રહેલી હાલતમાં દેખાય આવે છે. ત્યારે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન પર ભાટપુર ગ્રા.પં.પાણી ફેરવી રહ્યું હોય એવું નજરે પડે છે.
તપાસ કરતા જાણવા મળ્યું કે ગ્રામ પંચાયત દ્રારા સફાઈ માટે મોટો ખર્ચ દર્શાવ્યો છે અને ગામમાં બનેલ દરેક ફળિયાની બહાર કચરાનું સામ્રાજ્ય જોવા મળે છે. ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપવામાં આવેલી લારી અને કચરા પેટીઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે કે પછી પડી રહશે? કચરો ઉપાડવાની લારી અને કચરા પેટી લાંબા સમયથી બિન વપરાયેલ ભંગાર અવસ્થામાં બની જતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.