કાર્યક્રમ:ગાંગટા ગામમાં અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજ્યો

વિરપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમુહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમં યોજાયો તે દ્રશ્ય. - Divya Bhaskar
સમુહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમં યોજાયો તે દ્રશ્ય.
  • શાત્રોક્ત વિધિવિધાનથી 47 બટુકોએ સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર લીધા

ગાંગટા ગામ ખાતે નીલકંઠ વિધા સંકુલ ખાતે અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રથમ સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 47 બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાત્રોક્ત વિધિવિધાન તેમજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવ્યા હતા.

જેમાં સવારે ગ્રહશાંતિ યજ્ઞ,યજ્ઞોપવિત સંસ્કાર બાદ સાંજે રાસગરબાની રમઝટ બોલાવી હતી. બીજા દિવસે મંડપ મૂહુર્ત કરી બટુકોના મુંડન વિધી કરવામાં આવી હતી બાદમાં વડીલોના આશીર્વાદ તેમજ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી સમૂહમાં બ્રહ્મ ભોજન લીધું હતું. આ સમગ્ર આયોજન અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના યુવાનો તેમજ વડીલોના સહયોગથી કરાતા મોટીસંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...