હાલ ચૂંટણી નહીં યોજાય:વિરપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમાયા, સરપંચ સહિત વોર્ડ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં તમામ DDOને પત્ર લખી જાણ કરાઇ

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંતર્ગત ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલના તબક્કે નહીં યોજાય. જે ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ રહી છે અથવા થઈ ચૂકી છે, તેવી તમામ જગ્યાએ વહીવટદાર મુકવા માટે તમામ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે. જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ વહેલી યોજવાની વાતને સમર્થન મળતું હોવાનું રાજકીય પક્ષો માની રહ્યા છે.

વિરપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતોમાં ચાલુ મહિનામાં વર્તમાન સરપંચ સહિત વોર્ડ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી હાલના તબક્કે ચૂંટણી ન યોજાતા વિરપુર તાલુકાની ચોરસા, વિરપુર, વધાસ, ભાટપુર, બાર, બોર ગ્રામ પંચાયતોના વહીવટદાર નિમવા માટે વિરપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને વહીવટદારની નિમણુંક કરવા દરખાસ્ત કરાઈ છે. જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.2 મેના રોજ વહીવટદાર નિમવા માટે હુકમ કરાયો હતો. જેમાં ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તલાટી અને વહીવટદાર વચ્ચે મતભેદ ઊભા થવાની શક્યતા
વિરપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે તલાટીની જ નિમણુંક કરવામાં આવી છે. આથી જુનિયર અને સિનિયરનો ભેદ ઉભો થવાથી ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદાર વચ્ચે મતભેદ ઉભા થવાની પણ શક્યતા રહેલી છે.

6 ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની નિમણૂંક કરાઈ
વિરપુર ગ્રામ પંચાયત- એન. એમ. પટેલ, ચોરસા ગ્રા. પં.- એસ. એમ. પટેલ, વધાસ ગ્રા. પં, આર. એ. પટેલ, ભાટપુર ગ્રામ પંચાયત - વાય એમ પટેલબાર ગ્રા, પં.- આર. એમ. ડામોર, બોર ગ્રા. પં.- ડી.વી. સોલંકી

અન્ય સમાચારો પણ છે...