લાલબત્તી સમાન કિસ્સો:મગરના મોઢામાંથી બકરાને છોડાવવા જતા આધેડનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

વિરપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદી,તળાવ કિનારે ઢોર ચરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
  • તાલુકામાં સાત જેટલી જગ્યાઓ પર મગરનો વસવાટ નદી કિનારા પાસે બકરા જતાં મગરે બકરાને જબડાથી પકડી લીધો હતો

વિરપુર તાલુકાના પાંટા ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘણા સમયથી તાલુકામાં મગર અને માણસ વચ્ચેના સંઘર્ષના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાંટા ગામની લાવેરી નદીમાં રહેતા મગરે બકરા ચરાવી રહેલા આધેડ પર હુમલો કરતા મોત નિપજ્યું છે. જોકે વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો.

વિરપુર તાલુકાના પાંટા ગામના પુંજાભાઈ ડાહ્યાભાઈ પગી રવિવારે ઘરેથી બકરા ચરાવવા માટે લાવેરી નદીના કિનારે બકરા ચરાવતા હતા. તે દરમ્યાન મગરે કીનારા પર ધસી આવી બકરી પર હુમલો કર્યો હતો. તે સમયે પુંજાભાઈએ બકરીને છોડાવવા જતા મગરે પુંજાભાઈ પર હુમલો કરી પુંજાભાઈને નદીમાં ખેચી ગયો હતો. મગરે કરેલા હુમલામાં આધેડનો ડાબો હાથ જડબામાં આવી ગયો હતો.

આધેડે મગરના જડબામાં આવી ગયેલા હાથને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ હાથ છોડાવી શક્યા ન હતા. મગર આધેડને નદીમાં ખેંચી ગયો હતો. જોક બકરાની કીલકારીઓથી પુંજાભાઈની પત્નીને ખબર પડતાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. પુંજાભાઈની શોધખોળ કરતા ઉંડા ખાડામાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જોકે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગમાં થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક પુંજાભાઈને પીએમ માટે વિરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાહેર ચેતવણીના બોર્ડ મુકાશે
પાંટા ગામની સીમમાં મગરના હુમલાની જાણ થતાં અમારી ટીમ દ્રારા ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતક પુંજાભાઈને પીએમ માટે વિરપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. પીએમ રીપોર્ટ બાદ સરકારી ધારાધોરણ મુજબ મળવા પાત્ર જે હશે તે આપવામાં આવશે તેમજ તાલુકામાં નદી તળાવ સહિતની જગ્યાઓ પર જ્યાં મગર રહે છે. તેવા વિસ્તારોમાં જાહેર ચેતવણી લગતાં બોર્ડ મુકવામાં આવશે ફરીથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પુરતા પ્રયત્નો કર શે. - જે.પી. ચૌધરી, આરએફઓ, બાલાસિનોર

નદીમાં 15 જેટલા મગરો વસવાટ
પાંટા ગામથી ગાધેલી લાવેરી નદી પસાર થાય છે જ્યાં લગભગ 50-60 મગરોનો કાયમી વસવાટ છે. પણ અત્યાર સુધીમાં ક્યારે કોઈ વ્યક્તિને કે પશુઓને નુકસાન કરેલ નથી. પાંટા ગામની નદીમાં જે જગ્યાએ ધટના બની છે. ત્યાં પણ લગભગ 10થી 15 મગરો રહે છે. આવી જોખમી જગ્યાઓ પર વન વિભાગ દ્વારા જાહેર ચેતવણીના બોર્ડ લગાવી આપવામાં આવે તો આવા અકસ્માત થતાં રોકી શકાય.-રમીલાબેન સોલંકી, સરપંચ

7 જગ્યાએ મગર હોવાનું અનુમાન
તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મગર રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. જેની છાશવારે ધટનાઓ બની છે. બે માસ અગાઉ વરધરા રહેણાંક વિસ્તારમાં મગર ચડી આવ્યો હતો. જેને લઈને સ્થાનિકોમાં ભારે ડર જોવા મળે છે. તાલુકામાં પાંટા, રસુલપુર, ધોળેશ્વર મંદિર,વધાસ, વરધરા,કાશીકાની ટેકરી,જમીયતપુરા, સહિતની જગ્યાઓ પર મગર હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...