સંતરામપુરમાં સંતરામપુર, ફતેપુરા તથા કડાણા તાલુકાની સંયુક્ત ટીચર્સ સોસાયટી આવેલ છે. જેમાં ટીચર્સ સોસાયટીના વહીવટ કર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવા બાબતે ફતેપુરા, સંતરામપુર તથા કડાણાના 8 જેટલા શિક્ષકોએ વિરોધ ઉઠાવ્યો હતો. તેમજ ટીચર્સ સોસાયટીમાં ગેરવહીવટ નહીં કરવા અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવા જણાવાતા 8 શિક્ષકોને સભાસદોની ખોટી સહીઓ કરી, શિક્ષકોના નામે ઠરાવ લખી સોસાયટીના સભ્ય પદેથી રદ કરેલ હતા.
જેની જાણ (અપીલ) રાજ્ય રજીસ્ટ્રાર ગાંધીનગર ખાતે કરાતા આ ત્રણ તાલુકાના સભાસદ શિક્ષકો તરફી ચુકાદો આવતા મોટા ભાગના શિક્ષકોએ એકત્રિત થઈ ગેરરીતિ આચરનાર વહીવટ કર્તાઓ દ્વારા અનઅધિકૃત કરેલ ખર્ચના નાણાનો હિસાબ સહિત સંતરામપુર ટીચર્સ સોસાયટીમાં ચેરમેનને બદલવા માટેનો ઠરાવ કરશે તેવા ડરથી અસંતૃષ્ટ વહીવટ કર્તાઓ દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટ દ્વારા સ્ટે મેળવવાનો પ્રયત્ન કરતાં સ્ટે નહીં અપાતાં સંતરામપુર ટીચર્સ સોસાયટીના વહીવટ કર્તાઓએ સભા બંધ રાખી હોવાનું પ્રાથમિક શૈક્ષણિક મહાસંધ ફતેપુરાના અધ્યક્ષ વિરેન્દ્રભાઈ જી.તાવીયાડ દ્વારા જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.