વીજળી મહોત્સવનું આયોજન:સંતરામપુરમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજળી મહોત્સવ યોજાયો

સંતરામપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને અનેકવિધ સુવિધા અને વિવિધ યોજનાઓનો લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો

સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલબેન ડામોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તથા સરકારની વિદ્યુતક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનો ખેડૂત સિંચાઈ માટે વીજળીથી વંચિત ન રહે તેમજ તેમને પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ અને વિવિધ યોજનાઓનો લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યુતક્ષેત્રની વિવિધ રાજ્યોની પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો સૌને દર્શાવવામાં આવી હતી. તથા મહીસાગર જિલ્‍લામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 312 ગામોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

જિલ્‍લામાં છેલ્‍લા 5 વર્ષ દરમિયાન રૂા.107 કરોડના ખર્ચે 10713 નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્‍યા છે. કિસાનોને સમયસર વીજળી મળી રહે તે માટે ખેતીવાડી લાઇન માટે નવા રર ફીડરો નાંખવામાં આવ્‍યા. છેલ્‍લા 5 વર્ષ દરમિયાન 21010 નવા ઘર વપરાશ માટેના વીજ જોડાણ આપવામાં આવ્‍યા અને 66 કે.વી.ના નવા સાત સબ સ્‍ટેશન તૈયાર કરવામાં આવ્‍યા હતા. તથા 7051 નવીન ટ્રાન્‍સફોર્મર ઉભા કરવામાં આવ્‍યા હતા. જ્યારે છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન જિલ્‍લામાં રૂા.219.25 લાખના ખર્ચે નડતરરૂપ વીજલાઇનો ખસેડવામાં આવી. કાર્યક્રમમાં કલેક્ટર, અઘિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર, સહિત હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...