હાલાકી:સંતરામપુરની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખાતેદારોની લાંબી લાઇનથી વિકટ બનતી ટ્રાફિક સમસ્યા

સંતરામપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરની પંચ.ડિસ્ટ્રી. બેંકમાં ભારે ભીડ તથા ખાતેદારોની લાંબી લાઇનો - Divya Bhaskar
સંતરામપુરની પંચ.ડિસ્ટ્રી. બેંકમાં ભારે ભીડ તથા ખાતેદારોની લાંબી લાઇનો
  • સુખસરની બેંકને સંતરામપુરની બ્રાન્ચમાં મર્જ કરવામાં આવતાં ખાતેદારોમાં વધારો થયો

સંતરામપુરમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં સંતરામપુર તાલુકામાં ડેરીમાં દૂધ ભરતા ખેડૂતોનો પગાર બેંકમાં થાય છે. પરંતુ બેંકમાં ભારે ભીડ રહેતા દૂધનો પગાર લેવા માટે આખો દિવસ પણ નીકળી જાય છે. હાલમાં સંતરામપુર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ₹32,000 ઉપરાંત ગ્રાહકોના ખાતા ખુલેલા છે. જેમા વધુ પડતા ખાતા તાલુકાની 225 ડેરી મંડળીઅોના સભાસદોના છે. અાટલુ અોછુ હોય તેમ સુખસરની બેંકને સંતરામપુરની બ્રાન્ચમાં મર્જ કરવામાં અાવતા તે વિસ્તારની ડેરીની મંડળીના ખાતેદારોનો પણ વધારો થઇ રહ્યો છે. દુધના ફેટના આધારે દરેક દરેકના ખાતામાં બોનસ જમા થાય છે.

એટલે ડેરીના સભાસદોને પંચમહાલ ડીસ્ટ્રીક બેંકમાં ખાતુ ખોલાવવાનું ફરજ્યાત હોવાથી હાલ રોજના 200થી 300 ખાતા ખોલવાની કામગીરી ચાલે છે. મહિનાની 10, 15 અને 25 તારીખે ડેરીનો પગાર જમા થતો હોય છે. વધુ પડતા ખાતેદારોને લઇને ગીરદી વધુ રહેતી હોવાથી બેંક બહાર ખાતેદારોની લાઇનો લાગે છે. જેને લઇને ટ્રાફિક જામ થતા ટ્રાફીકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે.

સો ટકા ખાતા નહીં ખુલે ત્યાં સુધી મુશ્કેલી રહેશે
સંતરામપુર તાલુકાના 225 ડેરીનો પગાર અમારી બેંકમાં થાય છે. જ્યાં સુધી સો ટકા ખાતા નહીં ખુલે ત્યાં સુધી મુશ્કેલી રહેશે તમામ ખાતા ખુલ્યા પછી ડેરીમાં માઈક્રો મશીન આપીને ખાતેદાર ડેરી ઉપર જ પગાર મેળવી લેશે. એટીએમ કાર્ડ પણ આપશે. - મહેન્દ્ર પંચાલ, બ્રાન્ચ મેનેજર પંચ.ડિ.બેંક. સંતરામપુર

અન્ય સમાચારો પણ છે...