ભાસ્કર વિશેષ:મોરવામાં લાખોના ખર્ચે બનાવેલું શૌચાલય બિનઉપયોગી

સંતરામપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા બ્લોકના દરવાજાના તાળાં મારીને ખોલવામાં આવતું નથી

સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન આયોજિત મોરવા હડફમાં અંદાજિત ₹4 લાખના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવેલ હતું. તેનો ઉપયોગ સ્થાનિક વેપારીઓ પસાર થતાં નાગરિકો તેના ઉપયોગ કરી શકે તેના હેતુથી બનાવવામાં આવેલું હતું. આખા મોરવા ગામમાં આ એક જ શૌચાલય બનાવવામાં આવેલું હતું. તે પણ અત્યારે સુવિધા વગરનું બંધ હાલતમાં જોવા મળી આવેલું છે.

આટલી રકમ ખર્ચ કર્યા પછી પણ કામગીરી અધૂરી હોવાના કારણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. દરવાજા અને કેબિન ઊભો કરીને પાઇપ કનેક્શન અને ટાંકીનો અભાવ કારણે તેનો ઉપયોગ કરી શકાતો નથી લોકો મજબૂરીમાં અને વેપારીઓ શાૈચ કરવા માટે ખુલ્લામાં જતા હોય છે. મોરવાહડફ આટલો મોટો તાલુકો હોવા છતાં શૌચાલયનું સુવિધાથી વંચિત જવાઈ રહેલો છે ત્યારે કેટલાક લોકો બંધ હોવાના કારણે તેની અંદર બહાર જ સારી બાજુ ગંદકી કરી મૂકેલી છે. બનાવ્યા પછી આજ દિન સુધી લોકો માટે સુવિધા વગરનું બની રહ્યું છે .

તંત્રની બેદરકારીના કારણે જાહેર શૌચાલય ખંડેર અવસ્થામાં જોવા મળી આવેલું છે. જ્યારે બીજી બાજુ પુરુષ અને મહિલા માટે બંને બ્લોક ઊભા કરવામાં આવેલા હતા. બીજા બ્લોકના દરવાજાના તાળા મારી જોવા આવેલા છે હજુ સુધી તેનો ખુલ્લું પણ મૂકવામાં આવેલું નથી આટલી રકમ ખર્ચ કર્યા પછી પણ જાહેર શૌચાલય લોકો માટે અને વેપારીઓ માટે બિન ઉપયોગી બનેતા લોકોને મુશ્કેલીઅો વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...