સંતરામપુર તાલુકાના મોટા સરવૈયા ગામે સંતરામપુર બાબરોલ ફતેપુરા થી જોડાતો બ્રિજ ન હોવાથી ગામના લોકોને 10 કિલોમીટર લાંબો ફેરો ફરીને જવું પડતું હતું. આઝાદી પછી અલગ-અલગ પક્ષના આ ગામની અંદર તમામ ધારાસભ્ય આવીને માત્ર વચનો આપતા હતા પરંતુ આજની સુધી આ ગામલોકોની બ્રિજ બનાવવાની માંગણી પૂર્ણ કરી નથી. પરંતુ સંતરામપુરના ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં આ ગામની અંદર મુલાકાત કરી તેમનું વચન પૂર્ણ કર્યું અને રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર બ્રિજ બનાવીને લોકો માટે સપનું સાકાર થયું હતું.
આ બ્રિજનું કામ પૂર્ણ થતાં જ લોકાર્પણ કરવા માટે ગ્રામજનોએ દાહોદના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોરને ગ્રામજનોઓએ બંને નેતાઓને ઘોડે બેસાડીને તેમનું સ્વાગત કર્યું હતું અને ગામની અંદર ધામધૂમથી આ બ્રીજનું લોકાર્પણ કરી ઉજવણી કરી હતી.
હવે આ ગામના લોકોને 5 થી 10 કિલોમીટર ચાલીને જવું નહીં પડે અને સીધો બ્રિજ બનતાં આજુબાજુના અન્ય ગામોને પણ લાભ થવાનો છે.ત્યાર પછી સંતરામપુર તાલુકાના ભંડારા થી મોટીકયાર નવો બ્રિજ બનાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.