બેઠક:આજીવિકામાં સુધારો લાવી ટકાઉ બનાવો, સંતરામપુર-કડાણા તાલુકાના આદિવાસી ગામોની બેઠકમાં જંગલ સુરક્ષા અંગે ચર્ચા

સંતરામપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનગઢમાં આદિવાસી આગેવાનોની મીટીંગ યોજાઇ. - Divya Bhaskar
માનગઢમાં આદિવાસી આગેવાનોની મીટીંગ યોજાઇ.
  • પશુપાલન-ખેતીવાડી-આરોગ્ય અંગે પણ ચર્ચા

સંતરામપુર અને કડાણા તાલુકાના આદિવાસી ગામોમાં ખેતીવાડી, પશુપાલન આરોગ્ય શિક્ષણ અને જંગલ સુરક્ષા માટેના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા માટે 35 જેટલા ગામોના આગેવાનોની મીટીંગ માનગઢ ખાતે યોજાઇ હતી. જેમા આ વિસ્તારના જંગલો અને અન્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરીને આજીવિકામાં કાયમી સુધારો લઈ આવવા અને તેને ટકાઉ બનાવવા માટે વિવિધ પ્રયત્નો કરવાની જરૂર છે.

જેમાં તળાવોનું સમારકામ, નવા તળાવો બનાવવા, જંગલોમાં વૃક્ષારોપણ કરવુ, નદી તળાવમાં જળ અને જમીન સરક્ષણના કામો કરીને ભૂગર્ભ જળને ઊંચું લાવી શકાય તે માટેના સરકારના વિવિધ વિભાગો, ગ્રામ પંચાયતો અને આગેવાનોના ટેકાથી આ કામગીરી કરી શકાય છે તેવી ચર્ચા કરવામાં આવી છે.

FES સંસ્થા દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આદિવાસી ગામોમાં તેમનું જીવન સ્તર ઉચું આવે તે માટે સામૂહિક પ્રયત્નો કરવા માટે તેઓનું ક્ષમતા વર્ધન કરવામાં આવે છે. માનગઢ ખાતે યોજાયેલી આ મીટીંગમાં દરેક ગામ પોતાના ગામનું આગામી પાંચ વર્ષનું આયોજન કરે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીપીડીપી નરેગા અને લંપી વાયરસ સામે અટકાયતી પગલાં માટે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...