ભાસ્કર વિશેષ:સંતરામપુરમાં સંત જૂના તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે

સંતરામપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરના વિવિધ ગણેશ મંડળોઅે માંગણી કરતાં પાલિકાઅે નિર્ણય લીધો હતો

સંતરામપુર નગરમાં ગણેશ મહોત્સવ ધામધુમથી ઉજવાય છે. નગરના ગરાડીયા શીતળા માતાના તળાવ વર્ષોથી સંતરામપુરની તમામ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ વિસર્જન કર્યા બાદ નગરપાલિકા દ્વારા તેની સફાઈ કરવામાં અાવતી નહી હોવાથી સરપંચ દ્વારા નગરપાલિકામાં લેખીત રજુઅાત કરી કે તમે વિસર્જન કરો તો વાંધો નહીં પરંતુ તળાવમાં પાણી ઓછું છે. તળાવ ભરાવીને સફાઈ કરાવી દો આ અંગેની લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરેલી હતી.

સરપંચે રાજ્ય કક્ષાના મંત્રી ફોન દ્વારા પણ તળાવ ભરવા માટેની જાણ કરવામાં આવેલી હતી. આ વખતે તળાવમાં પાણી ઓછું હોવાના કારણે સંતરામપુરના ગણેશ મંડળો નગરપાલિકામાં ભેગા મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરીને માંગણી કરી કે કે અમને કૃત્રિમ તળાવ અને સંત જૂના તળાવનો રિવરફ્રન્ટમાં ગણેશ વિસર્જન કરવા માટેની માંગણી કરી હતી. રજુઅાત બાદ નગરપાલિકા દ્વારા સંત જુના તળાવ રિવરફ્રન્ટમાં ગણેશ વિસર્જન કરવાનો નીર્ણય લઇને સ્થળ પર રાજ્યકક્ષાના મંત્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરતથા પોલીસ વિભાગ નિરીક્ષણ કરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...