ઢોલ નગારા સાથે વધામણા:સંતરામપુર- કડાણા તાલુકા વિસ્તારના 35માંથી 16 તળાવો પાણીથી ભરાયાં

દિવડાકોલોની21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાની ખરસોલી ગામે ઉચ્ચ શિક્ષણ મંત્રીએ તળાવના પાણીના વધામણા કર્યા હતા - Divya Bhaskar
નાની ખરસોલી ગામે ઉચ્ચ શિક્ષણ મંત્રીએ તળાવના પાણીના વધામણા કર્યા હતા
  • નાની ખરસોલી ગામે ઉચ્ચ શિક્ષણ મંત્રીએ પાણીના વધામણાં કર્યા.
  • યોજનાની 50 % કામગીરી બાકી હોવાથી 19 તળાવમાં પાણી ભરવાનું બાકી
  • આગામી સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે - નાયબ કાર્યપાલક

કડાણા તાલુકામાં ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ - શામળા ઉદ્વહન સિંચાઇ યોજના અંતર્ગત સંતરામપુર - કડાણા તાલુકાના કુલ 35 તળાવો ભરવા માટે 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કામગીરીમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કર્યા બાદ આ યોજના હેઠળ આવતા શિયાલ ભાગમાં પાછલા 15 દિવસમાં 16 તળાવો 50 થી 75 % સુધી ભરવામાં આવ્યા હતા. જેમાં ગુરુવારે નાની ખરસોલી ગામે રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા દેડકી તળાવમાં મહીસાગરના નીર આવતા ઢોલ નગારા સાથે વધામણા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા અને તાલુકા પ્રમુખ સહિત ગામના આગેવાનો અને સરપંચ સહીતના લોકો હાજર રહ્યા હતા. કડાણા સિંચાઇ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે આરંભવામા આવેલ કામગીરીમાં શિયાલ-શામળા ઉદ્ વહન સિંચાઇ યોજનામા સંતરામપુર - કડાણા વિસ્તારના 35 પૈકી શિયાલ ભાગમાં 16 તળાવોમાં પાણી ભરવામાં આવતા ખેડુતો અને પશુઓ માટે થોડાક અંશે પાણીની રાહત જોવા મળી રહી છે.

ત્યારે આગામી બે ત્રણ દિવસમાં શિયાલ ભાગમા બાકી રહેલ બે તળાવોમાં પણ પાણી પહોંચાડી દેવામાં આવશે. ત્યારે બીજી તરફ આ યોજનામાં હાલ શામળા ખાતે તળાવો ભરવાની કામગીરી મંથર ગતિએ આગળ વધી રહી છે એટલે કે આ યોજના 50 % હજી પુર્ણ સાર્થક થવામાં સમય બાકી છે. પરંતુ નાયબ કાર્યપાલક રાજુ બામણ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહમાં આ કામગીરીને પુર્ણ કરી શામળા તળાવ મારફતે બાકી રહેલ આ વિસ્તારમાં પણ પાણી પુરું પાડવા માટે અમારી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી અને ટુંક સમયમાં આ ભાગના 18 તળાવો ભરવા સાથે યોજનાને પણ સફળતા પૂર્વક પરી પુર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...