રાત્રે ઉજાગરા:સંતરામપુર પુરવઠા વિભાગની ભૂલથી ખેડૂતોને પડેલી હાલાકી

સંતરામપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગર જમા કરાવવા વિભાગની ઓફિસમાંથી ખેડૂતોને એક સાથે 30થી 40 મેસેજિસ કર્યા

સંતરામપુરમાં ગુજરાત સરકારના ટેકાના ભાવે ડાંગર આપવા માટે ખેડૂતોની ભીડ જોવા મળેલી હતી. તાલુકામાં ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપવા માટે ઓનલાઇન નોંધાવેલી હતી. પરંતુ જિલ્લામાંથી પુરવઠા વિભાગ દ્વારા તમામ ખેડૂતોને એક સાથે 30થી 40 જેટલા મેસેજો ડાંગર જમા કરવા માટેના ખેડૂતો એફસીઆઇ ગોડાઉન પર પહોંચી ગયા હતા. જિલ્લામાં એક સાથે મેસેજ નાખતા ખેડૂતોને ભારી હાલાકી ભોગવવી પડી હતી. જેને લઇને લલકપુર, કાળીબેલ વાગ્યા ખોટ, રાણીયા, ગોઠીબ, નેશ ગામના ખેડૂતો એક સાથે સંતરામપુરમાં ડાંગર લઈને રાતના આવી પહોંચેલા હતા. સવારે તેમનો નંબર લાગતો હોય છે.

એક ખેડૂતને ઓછામાં ઓછા 8 કલાક રાહ જોવી પડતી હોય છે. પુરવઠા ઓફિસમાંથી એક સાથે મેસેજ છોડવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. આવી ઠંડીમાં આખી રાત ડાંગર લઈને ખેડૂતને બજારમાં રહેવું પડતું હોય છે. પુરવઠા વિભાગ દ્વારા સાંજ સુધીમાં આશરે 65 થી 70 જેટલા ખેડૂતોની ડાંગર લઈ ચૂક્યા હતા. જે આશરે 10,000 ટન જેટલી ડાંગર સંતરામપુર એફસીઆઇ ગોડાઉનમાં લેવાઈ ચૂકેલી હતી. પરંતુ એક સાથે 30થી 40 મેસેજ મોકલવાની તંત્રની ભુલના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહેલા છે.

અન્ય સમાચારો પણ છે...