સંતરામપુર નગર પાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઇ દરમ્યાન અેકત્ર થયેલ કચરો નગરની સરદારનગર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવે છે. જેમા દરેક પ્રકારનો કચરો ઠાલાવવાથી દુર્ગંધ પણ ફેલાતી હોય છે. જે આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે. કચરામાં સૌથી વધારે પ્લાસ્ટિકના ઝુભલાઓ પણ જોવા મળી રહ્યા છે.
અા અંગે સ્થનિક રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારને રજૂઆત કરવા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં અાવતી નથી. કચરાના ઢગલામા નગરના રખડતા પશુઓ કાંઇક ખાવા મળવાની અાશાથી મો મારતા હોય છે. જેમા તેઅો પ્લાસ્ટીકની થેલીઅો પણ ખાઇ જતા હોય છે. જે ખાધા બાદ કેટલાક પશુઓની તબિયત પણ બગડતી જોવા મળી રહેલી હોય છે. વહેલી તકે આ ખુલ્લા પ્લોટમાં કચરો ના ઠલવાય તે માટે સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.