કેન્દ્રીય મંત્રીએ કહ્યુ...:માનગઢધામના વિકાસ માટે વડાપ્રધાન મોદી રૂચી લઇ રહ્યા છે

સંતરામપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનગઢની મુલાકાત લઇ કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

માનગઢધામ ખાતે મધ્યપ્રદેશ ઝાબુઆના શિવગંગા સમગ્ર વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના સંસ્કૃતિ વિભાગના કેન્દ્રી મંત્રી અર્જુન મેઘવાલે હાજરી આપતા ભારત સરકારના ટ્રાયફાઇડ વિભાગના ચેરમેન રામસિગભાઇ રાઠવા, ગુજરાતના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડિંડોર, સાસંદ કનકમલ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ક્રિશ્ર્નાબેન કટારા ધાટોલના ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

માનગાઢ ધામ ખાતે આવી પહોંચેલ કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાલે લોકોને સંબોધી જણાવ્યું હતું માનગઢધામના વિકાસ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે રુચી લઇ રહ્યા છે. માનગઢધામને રાષ્ટ્રીય સહિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવશે. માનગઢ ધામ ખાતે વીર શહાદતને વહોરેલ આદિવાસી શહીદ ભાઇઓ, ગુરુગોવિંદના કાર્યો તેમની વિકાસ ગાથા તેમના દ્વારા આપવામાં આવેલ પ્રજા જોગ સંદેશો લોકો સુધી પહોંચે તે માટે વિસ્તૃત માહિતી સભર પુસ્તકનું પણ વિમોચન કરાશે.

પાઠ્યપુસ્તકોમાં પણ માનગઢધામનો ઇતિહાસ ભણાવવામાં આવશે તેવુ જણાવી માનગઢધામનો ચારે તરફથી સર્વાંગી વિકાસ કરવામાં આવશે તેવું કહ્યુ હતું. આ માટે ભારત સરકારના ગુજરાત સરકારના અધિકારીઓ સહિત આરકિયોલોજીસ્ટ વિભાગ સહિત અનેક ટીમો આ દિશામા કામ કરી રહી છે. વિકાસ માટે સર્વ પ્રકિયા ચાલુ છે.

17 નવેમ્બર આદિવાસી બલિદાન સતાબંદી સમારોહના દિવસે માનગઢધામને રાષ્ટ્રીય સહિત સ્મારક તરીકે જાહેર કરવાની ઘોષણા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે આ કાર્યક્રમમાં કરી છે. કેન્દ્રીય મંત્રીએ 2 દિવસ સુધી માનગઢ ધામ ખાતે રહી ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...