આક્ષેપ:ફળવા ગ્રામ પંચાયતના વહીવટ મુદ્દે સભ્યોમાં રોષ

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકના નાણાંની ઉચાપત કર્યાનો આક્ષેપ
  • સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ

ફળવા પંચાયતના સરપંચની મનમાની અને વિકાસના કામોમાં ગેરરીતિઓ અને અન્ય વોર્ડમાં કામગીરી ન કરવા બાબતનો અાક્ષેપ કરીને ડે. સરપંચ અને 4 સભ્યોઅે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેમાં ફળવા ગામના ચુંટાયેલા સરપંચ મંજુલાબેન ડામોર ચૂંટાયાના શરૂઆતથી આજ દિન સુધી પ્રજાના પ્રશ્નો સાંભળતા ન હતા. મહિલા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કરી કાકા સસરા દીપાભાઇ ડામોર બધો વહીવટ આપી દીધો હતો. પ્રથમ મીટીંગમાં જ ચર્ચા કર્યા મુજબ ડેપ્યુટી સરપંચ સહિતનાના સહિના નમુના બેંકના નાણાકીય વ્યવહાર માટે નક્કી કરવામાં આવેલા હતા.

પરંતુ તેઅોને અંધારામાં રાખીને સરપંચ તથા તેમના કાકા સસરા દીપાભાઇ પુજાભાઈ ડામોરના નામે ગ્રામ પંચાયતના બેંકોના ખાતામાંથી નાણાકીય વ્યવહારો કરી ઉચાપત કરી હોવાનો અાક્ષેપ કર્યો હતો. કોઈપણ સરકારી યોજનાની મળતી ગ્રાન્ટ ક્યાં વાપરવી કેટલી વાપરવી એ અંગેની કોઈપણ પ્રકારની જાણ કરતા ન હતા. કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના અને ડેપ્યુટી સરપંચ કે સભ્ય પૂછ્યા વિના નિર્ણય લેવાતો હતો.

ઉપ સરપંચ સહિત સભ્યો ભેગા મળીને આવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને તાલુકા વિકાસ અધિકારીને અાપીને સરપંચ સામે તાત્કાલિક કાર્યવાહી કરી હોદ્દા પરથી દૂર કરવાની માંગણી કરી હતી. અવિશ્વાસની દરખાસ્ત પર ગણપતભાઇ દલાભાઈ કટારા (ઉપસરપંચ), શાંતાબેન ભુરાભાઈ ખાટ, લીલાબેન મનહરભાઈ પારગી, નારસિંગ ભાઈ માલીવાડ તથા મનુભાઈ કડવાભાઈ નીનામાઅોઅે સહી કરીને સરપંચ વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...