અકસ્માત:પાંદેડી અરોડ ગામે ટ્રાવેલ્સ અને બાઇકના અકસ્માતમાં એકનું મોત

સંતરામપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુરના વેણા ગામેથી વિનોદભાઈ લક્ષ્મણભાઈ સેલોત પોતાની બાઇક ઉપર કડીયાકામ માટે નિકળ્યા હતા. ત્યારે પાદેડી અડોર ગામના ત્રણ રસ્તા પાસે અેક ખાનગી ટ્રાવેલ્સનો ચાલક વાહનને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઇકને ટક્કર મારી બાઇકસવાર સાથે બાઇકને 20 ફુટ સુધી ઘસડીને લઇ ગયો હતો.

જેમા વિનોદભાઈને શરીરે ગંભીર ઇજાઅો પહોચી હતી. અકસ્માત સર્જીને ટ્રાવેલ્સનો વાહન મુકીને નાસી ગયો હતો. અકસ્માતમાં બાઇકનો કચ્ચરધાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા અાજુબાજુથી લોકો દોડી અાવ્યા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલીક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાઅોને કારણે સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. અા અંગે સંતરામપુર પોલીસ મથકે ટ્રાવેલ્સ ચાલક સામે ફરીયાદ નોંધવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...