કામગીરી:સંતરામપુર પાલિકાને પાણીની બાકી રકમના રૂ.7 લાખ ચૂકવવા નોટિસ

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડાણા વિભાગે બાકી નાણાંની વસૂલાત કરવા કાર્યવાહી કરવામાં આવી

કડાણા બંધમાંથી સંતરામપુર નગરમાં વસતા લોકોને પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે. ત્યારે જે પાણી લોકોને આપી પાણીના રૂપિયા પ્રજા પાસેથી ઉઘરાવી પાલિકા સંતરામપુર દ્વારા કડાણા સિંચાઇ વિભાગમાં જમા કરાવવા ના હોય છે. તે નાણા આજની તારીખમાં પાલિકા દ્વારા સમયસર નહીં ભરાતા હોવાની હકીકતો બહાર આવી હોવાનું જોવા મળ્યું હતું. પાછલા કેટલાક વર્ષોથી સંતરામપુર શહેર માટે કડાણા બંધની નીચવાસમાં આવેલ ઈનટેકવેલ માંથી લેવામાં આવતાં પાણીના બીલની રકમની ચુકવણી કરવામાં પાલિકા ઉણી ઉતરેલ જોવા મળે છે.

હાલમાં કડાણા સિંચાઇ વિભાગ દ્વારા મળેલ માહીતી મુજબ સંતરામપુર પાલિકા પાસે જુલાઈ 2022 સુધી બીલની વસુલ કરવાની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે રૂપિયા 7,08,50,046 બાકી નીકળે છે. જે આ પાણીની વસુલ કરવાની રકમ કડાણા વિભાગ દિવડા કોલોની કચેરીમાં જમા કરાવવા અંગેની જાણ કરતી નોટીસ સંતરામપુર નગરપાલિકાના ચીફઓફીસરને અપાતા સનનાટો મચી જવાં પામેલ હતો.

નગરજનો પાસેથી પાણી વેરો ઉઘરાવવામાં આવે છે
સંતરામપુર નગરપાલિકા નગરજનો પાસેથી વોટરવર્કસ યોજના હેઠળ પાણી વેરો ઉઘરાવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા રકમ ન ચૂકવાતા લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કડાણા જળાશય ના ઈનટેકવેલમાંથી લેવાતાં પાણીના બીલની રકમ ની રકમ વસુલ કરવાની સંતરામપુર નગરપાલિકાને નોટીસ ફટકારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...