સંતરામપુર નગરપાલિકા દ્વારા આશરે ત્રણથી ચાર વર્ષ અગાઉ નગરના દરેક વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવા જ રસ્તા બનાવ્યા હતા. હાલમાં વોર્ડ નંબર 1 સિવિલ કોર્ટની સામે બગીચા વિસ્તારમાં પાકો આરસીસી રસ્તો હતો તેને તોડીને ફરીથી બનાવ્યો અને વોર્ડ નંબર 6 માં બનાવેલ રોડને તોડીને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી પરંતુ જો ત્રણ વર્ષ અગાઉ નવો જ રસ્તો બનાવેલો હોય તો કોન્ટ્રાક્ટરને અને નગરપાલિકાની ફરીથી રીપેરીંગ કરવાની શું જરૂર પડી.
જો નવા જ રસ્તા બનાવેલા કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતા હોય તો રીપેરીંગનું બિલ નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવતી જ નથી. વધુમાં કામગીરી દરમ્યાન સ્થળ ઉપર જવાબદાર અધિકારીએ ધ્યાન આપ્યું ન હોય આ પ્રશ્ન ઉભો થતો હોય છે. પરંતુ પાલીકાના અધિકારીઓ પોતાની કેબીનની બહાર નિકળતા ન હોવાથી કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોય છે. જેને કારણે નગરપાલિકાને માથે બોઝ પડતો હોય છે. અને સરકારી ગ્રાન્ટ નો દૂર ઉપયોગ થતો હોવાનું જણાઈ રહ્યું છે.
જવાબ આપવાનું ટાળી અન્ય વાતો કરી
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં સિવિલ કોર્ટની સામે ફરીથી રસ્તો બનાવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલાને ફરીથી રસ્તો તમે કેમ બનાવો છો તેના પાછળનો હેતુ શું છે તે અંગે ફલન પર પુછમાં આવ્યુ હતુ. પરંતુ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને અન્ય બીજી વાતો કરીને ગેરમાર્ગે દોર્યા હતા. અને માહિતી તમને વોટ્સ એપ પર મોકલી આપીશું તેમ જણાવ્યુ હતુ. અમે ફરી અમને માહિતી માટે ફોન કર્યો પરંતુ ફોન ઉપાડ્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.