જાહેર સભા:પ્રતાપપુરામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જાહેર સભાનું આયોજન : ધર્મ પરિવર્તનથી દૂર રહેવા માટે આહ્વાન

સંતરામપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય મંત્રી કુબેર ડીંડોર કાર્યકમમાં હાજર રહ્યા, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

ધર્માંતર કરેલા આદિવાસીઓને આદિવાસી તરીકે મળતા લાભો દૂર કરવા માટે મહીસાગરના સંતરામપુરના પ્રતાપપુરામાં જાહેર સભા યોજાઇ હતી. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીડોર, મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ વિસ્તારના વિવિધ સંતો મહંતો તેમજ વિવિધ સંગઠનોના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંતરામપુરના પ્રતાપપુરા મહાકાળી માતાના મંદિર પાસે મેદાનમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેના મુખ્ય મુદ્દા હતા કે જે આદિવાસી લોકો ધર્માંતર કરી અને અન્ય ધર્મમાં ગયા છે. તે લોકોને સરકાર દ્વારા આદિવાસી તરીકેના જે લાભ અપાય છે તે લાભ દૂર કરવા માટેની માંગ ઉઠી હતી. અનુસૂચિત જનજાતિના તમામ લાભો કે જે ધર્માંતર થયેલ લોકો લઈ રહ્યા છે તે બંધ કરવાની માંગ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં લાલચો આપીને ધર્માંતરણ કરવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.

આ ધર્મ પરિવર્તન કરેલ લોકો અનુ.જનજાતિના લાભો અને ધર્મ પરિવર્તન માટે આપતી લાલચમાં પૈસા અને નોકરી મેળવી છે. જેને લઈને સંતરામપુરમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કાર્યકમનું આયોજન કર્યું હતું. આદિવાસી નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. બાદ સંતો મહંતોએ જાહેરસભાને સંબોધી હતી.

આદિવાસી તરીકેના લાભો બંધ કરવા માગ
હિન્દુ જનજાતિ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ ડામોરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો જે ધર્માંતર કરી અન્ય ધર્મોમાં ગયા છે તેમને સરકાર દ્વારા આદિવાસી તરીકે અપાતા લાભો બંધ કરી તેમને ડીલિસ્ટિંગ કરાય તેવી માંગ કરી હતી. સમાજની ઉન્નતિ અને વિકાસ માટે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...