ડાંગરની ખરીદી:સંતરામપુરમાં સરકારે ખેડુતો પાસેથી 3.17 કરોડની ડાંગરની ખરીદી કરી

સંતરામપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફસીઆઇ ગોડાઉનમાં 24 દિવસમાં અત્યાર સુધીમાં 34,481 કટ્ટા લેવાઇ ચૂકયા છે

ગુજરાત સરકારે ટેકાના ભાવની ડાંગરની ખરીદી રાજ્યભરમાં વિવિધ સ્થળોઅે શરૂ કરી છે. જેમા સંતરામપુરમાં તાલુકાના 230 ખેડુતો પાસેથી એફસીઆઇ ગોડાઉનમાં છેલ્લા 24 દિવસમાં અત્યાર સુધીમાં 34,481 કટ્ટા લેવાય ચૂકેલા છે.

અેટલે કે રૂા.3,17,64,432ની ડાંગરની ખરીદી ખેડુતો પાસેથી કરાઇ છે. ચાલુ વર્ષે વરસાદ પણ સારો વરસતા સારો પાક મળતા અને ભાવ પણ સારો મળતા આ વર્ષે ખેડૂતો માટે સોનપે સુહાગા સાબિત થયો છે. તાલુકામાં ડાંગરનો પાક વધુ થયો હોવાથી અને કટ્ટા મુકવાની જગ્યાના હોવાના કારણે એફસીઆઇ ગોડાઉનના બહારની ભાગે કટ્ટાઓની થપ્પીઅો જોવા મળી રહી છે. અને હજુ પણ ટેકાના ભાવથી ડાંગર અાપવા માટે ખેડુતો અાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...