સંતરામપુર ના પ્રતાપપુરા વિસ્તારમાં રૂપાખેડાનું કલાલ પરિવાર સાથે કામ માટે સંતરામપુર ખાતે આવેલા હતા. પ્રતાપપુરા વિસ્તારમાં પરિવારના એક લારી પાસે ઉભા રહ્યા હતા.તે દરમ્યાન ઇક્કો ગાડીનો ચાલક પોતાના કબજાની કારને પુરપાટ હકારીને ઉભા રહેલા કાંતિભાઈ કૌશિકભાઇ કલાલ અને નાની બાળકીને ટક્કર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. બંને જણાને કારની ટક્કરથી 20 ફુટ જેટલા ફેંકાઇ ગયા હતા. કાન્તીભાઇ અને બાળકીને ગંભીર ઇજાઅો થતાં 108 મારફતે તેઅોને હોસ્પીટલ ખસેડયા હતા.
અકસ્માત સર્જીને ઇક્કો કારને ચાલક ભગાવતાં સ્થાનિક લોકોઅે કારનો પીછો કર્યો હતો. પુરપાટ ભાગતી ઇક્કો કારે રસ્તામાં સાયકલ સવારને ટક્કર મારીને બંધ બ્રિજ ઉપર ઘુસી જતા કાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો.જયારે વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત કાંતિભાઈ અને તેમના પરિવારની બાળકીને લુણાવાડા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાૈ કાંતિભાઈ ને ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન મોંત નિપજયું હતું. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ઈકકોગાડીના ચાલક સામે અકસ્માત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી સંતરામપુર પોલીસે ઇજાગ્રસ્ત અને ગાડી ને પોલીસે કબજે લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.