રોષ:સંતારમપુરમાં વોલ્ટેજ વધતાં વિજ ઉપકરણોને ભારે નુકસાન

સંતરામપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેસી, પંખા સહિતની વસ્તુઅો બળી જતા રહીશોનો વીજકંપની સામે રોષ
  • સત્યપ્રકાશ સોસાયટીના 40થી 50 મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા

સંતરામપુર નગરમાં આવેલી સત્ય પ્રકાશ સોસાયટી માં રહેતા રહિશોના આશરે 40થી 50 જેટલાં મકાનોમાં વોલ્ટેજ વધવાના કારણે સોસાયટી વિસ્તારના રહીશોના મકાનોમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓને મોટા પાયે નુકસાન થયું હતું. વિસ્તારમાં અચાનક વોલ્ટેજ વધવાથી ઇલેક્ટ્રિક આઈટમ બળી ગઇ હતી.

મધ્ય ગુજરાત વીજ કંપની તંત્રની બેદરકારીના કારણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ હતી. સ્થનીક રોહિતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોલ્ટેજ વધવાથી મારા ઘરમાં દરેક વિજ ઉપકણો બળી જવાથી ભારે નુકસાન થયું છે. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આજ દિન સુધી પોતાની કામગીરીમાં જવાબદારી નિભાવી નથી. તેમજ તેમની બેદરકારીના કારણે આવી કારમી મોંઘવારીમાં મોંઘી ઇલેક્ટ્રિક આઈટમ નુકસાન થવા પામ્યું હતું.

નગરમાં વોલ્ટેડ વધવાની વારંવાર આવી ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર દ્વારા વીજ ઉપકરણો બળી જતા અટકાવવા અલગ અલગ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન મૂકવું જોઈએ જેથી કરીને અમને નુકસાન થતું અટકી શકે. સંતરામપુર એક સમયે એક સાથે એક જ વિસ્તારની અંદર ૪૦થી ૫૦ મકાનોની ઇલેક્ટ્રિક ઉપકરણો ઉડી જતા સ્થાનીક રહીશોમાં વિજકંપની સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...