અાગામી વિધાનસભા ચુંટણીનો પ્રચાર ઉમેદવારોઅે શરૂ કરી દીધો છે. ત્યારે સંતરામપુર વિધાનસભા બેઠકના વિસ્તાર અેવા કડાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા પણ ચુંટણીનો રંગ જામવા લાગ્યો છે. શહેરી વિસ્તારમાં કાર્યાલયો ઉપર કાર્યકર્તાઓનો મેળાવડો જોવા મળે છે. પરંતું ગામડાઓમાં ગામના ચબુતરાની ચાની કીટલી અને ખાટલા ઢાળી ગામના વડીલ આગેવાનો ચુંટણી અને ઉમેદવાર અંગે ચર્ચાઓ કરતા નજરે પડે છે. કડાણા તાલુકાના ગામડાઅોમાં રાજકીય ચર્ચાઅો શરૂ થઇ ગઇ છે. ગામના અાગેવાનો સાથે યુવાનો ચાની કીટલી પર કે ખાટલાઅો બેસીને ચુંટણીઅોની ચર્ચા કરી રહ્યા છે.
અામ તો ચૂંટણી સમયે કોઇ પણ પક્ષનો ઉમેદવાર ગામડાઅોમાં અાવે તો પ્રથમ ગામના કોઈપણ જાતિ અને જ્ઞાતિના વડીલ અને પ્રતિષ્ઠિત આગેવાનને મળીને પગે લાગી તેમના આશીર્વાદ માંગે છે. અને પછી જ ગામલોકો સાથે ચર્ચા કરવામાં આવે છે. ચર્ચાઅોમાં બેઠકમાં કયા પક્ષ અને ઉમેદવારને મત આપવો તે ગામ આગેવાનો અને ગામના સરપંચ નક્કી કરતા હોય છે. અને આ આગેવાનો દ્રારા ઘરેઘરે ફરી ઘરના મોભી સાથે બેઠક કરવાની શરુઅાત કરી દીધી છે. ગામડાઅોમાં અગાઉની ચુંટણીઅોમાં પ્રલોભનો અપાતા હોય છે.
પાંચ વર્ષ પાછી આવેલી વિધાનસભાની ચૂંટણી અને ઠંડની ગુલાબી શરૂઆતના માહોલમાં ચાની ચુસકી અને તાપણાના સહારે ગામના મોભીઓ પણ સમીકરણો ગોઠવીને ઉમેદવારોની હાર જીતની ચર્ચા કરતાં નજરે પડી રહ્યાં છે. જોકે હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર ન કરતાં સમીકરણો ગોઠવાતા નથી. પણ નામની ચર્ચાઓ ચાલી રહી છે.
ચૂંટણી પ્રચાર સાથે પ્રલોભનો અપાય છે
અમારા સમયમાં ઉમેદવાર અને તેમના માણસો ગામમા આવી અમને મળતા અને અમે એમને સાથે લઇ દરેક ઘરના આગેવાનને બોલાવી ગામ વચ્ચે ખાટલા ઢાળી ચર્ચા કરી ગામની સમસ્યાઓ અંગે તેમને જણાવી આ સમસ્યા હલ કરવાનું વચન ઉમેદવાર દ્રારા આપવામાં આવતું હતું. ત્યારે ગામની સર્વસંમતિ થી કોને મત આપવો એ પણ નક્કી કરાતું હતું. પણ હવે બધું બદલાઇ ગયું છે. ચુંટણી પ્રચાર સાથે પ્રલોભન અાપવામાં અાવે છે :> પુષ્પતસિંહ પુવાર. લુહારના મુવાડા ગામ આગેવાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.