સારવાર:સંતરામપુર તા.ના 6 ગામોના 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિ’ પહેલાની ઘટના, માલણપુરના 6 લોકોએ સરકારી અને કેટલાકે ખાનગી દવાખાનામાં સારવાર મેળવી
  • સામાના લોટનો રોટલો ખાધા બાદ તબિયત બગડ્યાની શંકા

સંતરામપુર તાલુકામાં સમાજના રીતો રીવાજ મુજબ સમાપાંચમના દિવસે મરણ થયેલા ઘરે સમાજના લોકો અેકત્ર થઇ સમાના લોટનો રોટલો બનાવી પરિવારજનો સાથે બેસીને જમતા હોય છે. સંતરામપુર તાલુકાના માલણપુર ગામમાં નિરવભાઇ પટેલને ત્યા પરિવારના સભ્યનું મરણ થતા સમાજના મહિલા પુરૂષ મળી અંદાજીત 25 લોકો સમાપાંચમના દિવસે સમાજના રીવાજ મુજબ ગયા હતા. અને સામાના લોટનો રોટલો પરિવારના લોકોઅે ખાધો હતો.

જમ્યાના થોડા સમય બાદ પરિવારના 10 થી 12 સભ્યોને ઝાડ, ઉલટી, ચક્કર સહિતની તકલીફો શરૂ થતા 6 લોકને તાત્કાલીક સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં જ્યારે અન્ય લોકોને ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. સામાના લોટની ખરીદી અંગે નિરવભાઇ પટેલે જણાવ્યુ હતુ કે સમાનો છુટક 7 કિલો લોટ સંતરામપુરની જલારામ સ્ટોરમાંથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. ફુડપોઇઝનીંગની અસરના દર્દીઅોને સારવાર બાદ રજા અાપવામાં અાવી હતી.

ત્યાર બાદ સમાજના અન્ય લોકો ખબર અંતર જાણવા અાવતા તાલુકાના માલણપુર, હાથોડા, વાંજીયાખુંટ, ગવા ડુંગર તથા નાની નાદુકોણના ગામોના અંદાજીત 100 લોકોને પણ ફુડ પોઇઝનીંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. અામ અેક સાથે 100થી વધુ લોકોને ફુડપોઝનિંગની અસર થવાને કારણે ચકચાર મચી જવા સાથે લોકો ચિંતાતુર જોવા મળ્યા હતા. જોકે હાલ કેટલાક ફુડ પોઇઝનિંગની અસર હેઠળના દર્દીઅો ખાનગી દવાખાનમાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...