મન્ડે પોઝિટિવ:વેકેશનમાં વતન અડોર પાદડી આવેલા દંપતીનો શિક્ષણ યજ્ઞ

સંતરામપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરના અડોર પાદેડી ગામે શિક્ષકો વેકેશનમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. - Divya Bhaskar
સંતરામપુરના અડોર પાદેડી ગામે શિક્ષકો વેકેશનમાં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.
  • આસપાસના 70 બાળકો શિક્ષણ લઇ રહ્યા છે
  • ફતેપુરા ની પ્રા. શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતીનું શિક્ષણ કાર્ય

ફતેપુરા તાલુકાના પાટવેલ તેમજ આપતલાઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતિ ડામોર રાકેશભાઈ તેમજ તેમના ધર્મ પત્ની હીનાબેન અમલીયાર હાલ શાળામાં વેકેશન હોવાથી વતનમાં અાવ્યા છે. ત્યારે વેકેશનનો સદુપયોગ કરીને પોતાના માદરે વતન પોતાના ઘરની આજુબાજુ રહેતા બાળકોને પોતાના ઘરે બોલાવી નોટ ચોપડા પેન્સિલ પુસ્તક આપી જરુરી શિક્ષણ પુરૂ પાડીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

પોતાના વતન થી 30થી 35 કિલોમીટર દૂર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતીને ઉનાળુ વેકેશન દરમિયાન નવરાશની પળોમાં કંઈક કરી છુટવાની ભાવના ના કારણે તેમને પોતાના વતનના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ જરૂરી શિક્ષણ પૂરું પાડવા બંને પતિ-પત્નીને વિચાર આવતા વતન ની આજુબાજુ ના બાળકોને ઘરે ઘરે જઈ શિક્ષણ કાર્યનો લાભ લેવા માટે આમંત્રણ આપી આવતા આજુ બાજુથી મોટી સંખ્યામાં બાળકો શિક્ષણ લેવા માટે શિક્ષણ દંપતીના ઘરે આવતા બાળકોને જરૂરી નોટ પેન્સિલ ચોપડા પુસ્તક વગેરે વિનામૂલ્યે આપીને જરુરી શિક્ષણ પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે.

ત્યારે આવો ભગીરથ કાર્ય કરતા આજુબાજુના લોકોએ તેમના કામને બિરદાવ્યું હતું. સંતરામપુર તાલુકાના પાદેડી ગામે અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોને મફતમાં શિક્ષણ આપવાની અનોખી પ્રેરણા જોવા મળેલી છે.

શિક્ષક દંપતીના કાર્યમાં સ્થાનિક ગામના શિક્ષક માં ફરજ બજાવતા ડામોર રાકેશભાઈ, હીનાબેન, કોકીલાબેન ભમાત જીગર, ડામોર વિશાખા, ડામોર પ્રસનનાઅો જોડાઇને ધોરણ 1 થી 8 સુધીના તમામ અભ્યાસક્રમો તમામ સ્ટેશનરી પૂરી પાડીને 70 જેટલા બાળકોને વેકેશન દરમિયાન શિક્ષણ પૂરું પાડે છે. આ રીતે અનોખી પ્રેરણા જોવા મળેલી છે હવે ધીરે ધીરે આદિવાસી સમાજમાં પણ સેવા પ્રવૃત્તિ કાર્યક્રમમાં અગ્રેસર જોઈ રહ્યા છીએ .

અન્ય સમાચારો પણ છે...