રોષ:સંતરામપુરમાં સફાઇનો અભાવ હોઇ સ્વચ્છ અભિયાનના ઉડતા ધજાગરા

સંતરામપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોને રજૂઅાતને ધ્યાને ન લેવાતા લોકોનો પાલિકા તથા ચુંટાયેલા સભ્યો સામે રોષ
  • અધિકારીઓ નગરની મુલાકાત લેતા ન હોય પ્રજા ગંદકીને લઇ હેરાન

દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા સંતરામપુર નગર પલિકા વિસ્તારમાં ઉડતા જોવા મળી રહ્યા છે. સંતરામપુર નગરમાં કુલ ૭ વોર્ડ આવેલા છે દરેક વોર્ડમાં રસ્તા, ગટરની સફાઇની જવાબદારી નગરપાલિકાની અાવતી હોય છે. પરંતુ પાલીકા દ્વારા સાફ સફાઇ કરવામાં નહી અાવતા સ્થાનિકો દ્વારા રોજ રજૂઆત કરવામાં અાવતી હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા રજૂઆત સાંભળવામાં આવતી જ નથી. સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં પારસ મણી હોસ્પિટલ અને નંદકિશોર હોસ્પિટલ અાવેલી છે જ્યા કોટી સંખ્યામાં દર્દીઅો સારવાર લેવા અાવતા હોય છે.

પરંતુ ત્યાં ગંદકી અને કચરાના ઢગલાના કારણે દર્દીઅો સજા થવાને બદલે ગંદકીને લઇને વધુ માંદગીમાં ધકેલાતા હોય છે. વધુમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના ચેમ્બરમાંથી ખુરશી પરથી ઉઠીને નગરના વિવિધ વિસ્તારોની વિઝીટ ન કરતા હોવાથી નગરમાં સફાઇ સહીત અન્ય કામગીરી પાલીકાના કર્મચારીઅો દ્વારા કરાય છે કે નહી તેનો ખ્યાલ અાવતો નથી અને નગરજનો કેટલી તકલીફ વેઠી રહ્યા છે તેનો પણ તેમને ખ્યાલ અાવતો નથી.

સમયસર સફાઈ થાય તે જરૂરી
અમારા શિકારી ફળિયામાં સફાઈ કરા તી જ નથી ગટરો ઊભરાય છે. ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ છે. રોડ ઉપર પાણી ગટરના ગંદા પાણી ફરી વળે છે. પાલીકા દ્વારા સમયસર સફાઈ થાય તે જરૂરી છે. > રમેશભાઈ પંચાલ , રહીશ
અમારે દરવાજા બંધ રાખવા પડે છે
ગોધરા ભાગોળમાં અાવેલ બે હોસ્પિટલની બાજુમાં તમે રહીએ છીએ હોસ્પિટલમાં સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સફાઈના અભાવે અને ગંદકીના કારણે અમારે દરવાજા બંધ રાખવા પડે છે. > સબીરભાઈ દાઉદ , સ્થાનિક રહીશ.

અન્ય સમાચારો પણ છે...