ચેકિંગ:સંતરામપુર તાલુકાના દોડી ગામે ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું ચેકિંગ

સંતરામપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના અાંરીયાળ ગામોના રસ્તાઅો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

સંતરામપુર 123 વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી પોલીસ વિભાગ દ્વારા સંતરામપુર તાલુકાના દોડી ગામે સંતરામપુર થી દોડી અને લીમડી શણગાર ગાડીયા આશરે 15થી 20 જેટલા ગામો આંતરિયા વિસ્તારના જ્યાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી થતી અટકી શકે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.

પસાર થતા તમામ વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. સંતરામપુર તાલુકાની દોડી ગામે ચેક પોસ્ટ ઉભી કરીને ગુનાગારી પ્રવૃત્તિ પણ અટકાવી શકાય આ રીતે સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ કડક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...