ચર્ચાનો વિષય:સંતરામપુર પાલિકાએ 40 લાખ ચુકવ્યા છતાં રસ્તા ખખડધજ, પાલિકાનો વિકાસ અને કામ માત્ર કાગળ પર જ દેખાયું

સંતરામપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરમાં રસ્તા રીપેરીંગનો ખર્ચ ચુકવ્યા છતા રસ્તાની સ્થિતી જેસે થે હાલતમાં. - Divya Bhaskar
સંતરામપુરમાં રસ્તા રીપેરીંગનો ખર્ચ ચુકવ્યા છતા રસ્તાની સ્થિતી જેસે થે હાલતમાં.
  • રસ્તાનું રીપેરીંગ કામ કર્યું હોય તોય ખાડા તે ચર્ચાનો વિષય

સરકાર દ્વારા સંતરામપુરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જેના દ્વારા નગરમાં વિવિધ કામો કરવામાં આવે છે. સંતરામપુર નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં રસ્તા રીપેરીંગ માટે અને ખાડા પૂરવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો.

કોન્ટ્રા્કટર દ્વારા રસ્તાઓ અને ખાડાઓનું રીપેરીંગ કરેલા જોવા મળ્યા ન હતા. તેમ છતા સંતરામપુર નગરપાલિકા દ્વારા રૂાઉ 40 લાખ રીપેરીંગનો ખર્ચો પાડ્યો છે. જે જોતા એવુ લાગે છે કે સંતરામપુર નગરપાલિકાનો વિકાસ અને કામગીરી માત્ર કાગળ ઉપર જવાય છે. જો નગરના ખાડા અને રસ્તાનું રીપેરીંગ કામ કર્યું હોય તો તો ખાડા કેમ છે. જેનો સ્થાનિક રહીશોનો અને નાગરિકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

નગરપાલિકાના આશરે ચાર વર્ષ પુરા થવા એવા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને આખી બોડી સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની છે તેમ છતાંય નગરનો વિકાસ શૂન્ય છે. જેને લઇને સંતરામપુરમાં ખુલ્લી ગટરો, ખાડા પડી ગયેલા, રસ્તાઓ જાહેર રસ્તા ઉપર કચરાના ઢગલા આ જ પરિસ્થિતિ ઘણા સમયથી જોવાઈ રહેલી છે. ઉચ્ચકક્ષાએથી નગરપાલિકાની કામોની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...