સંતરામપુરના પ્રતાપપુરા ગામથી તુફાન ગાડીની ઉપર અને અંદર અાશરે 30 જેટલા જાનૈયાઅો બેસીને મોડાસા જવા નીકળ્યા હતા. ગાડી સંતરામપુરના કેળામુળ ગામ પાસે ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરપાટ હકારતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં ગાડી ખેતરના 5 ફુડ ઉડા ખાડા ખાબકીને પલટી ખાતાં જાનૈયાઅોની બુમાબુમાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગાડી પલટી ખાતા 13 જાનૈયાઅોને ઇજાઅો પહોચી હતી. જયારે 3 વર્ષની બાળકી ખાંટ હનીબેન કરણભાઇને ગંભીર ઇજાઅો થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
13 ઇજાગ્રસ્તોને 108 મારફતે સંતરામપુર હોસ્પીટલ ખસેડયા હતા. જેમાંથી વધુ ગંભીર હાલતવાળા જાનૈયાઅોને ગોધરા અને લુણાવાડા રીફર કરવામાં અાવ્યા હતા. અકસ્માત સર્જીને તુફાન ગાડીનો ચાલક ગાડી મુકીને નાસી ગયો હતો. અકસ્માતમાં અેક બાળકીના મોતથી લગ્ન પ્રસંગ મામતમાં ફેરવાઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.