લમ્પી રોગનો ભરડો:લમ્પીગ્રસ્ત પશુઓને સાજા કરવા ભૂવા પાસે વિધિ!

સંતરામપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતરામપુરના ગામોમાં લમ્પી વાઇરસના કેસો વધુ : તંત્ર ઢોલ વગાડીને જનજાગૃતિ લાવે તે જરૂરી

સંતરામપુર તાલુકાના સંતરામપુર તાલુકાના કડૂચી, જાનવડની મુવાડી, રાણીયા, રતનપુર, ખેરવા બાબરોલ વગેરે ગામોમાં લમ્પી વાઇરસના વધુ કેસો જોવા મળી રહ્યા છે. જેને લઇને તાલુકાના ખેડૂતો સહિત પશુપાલકો ચિંતાતુર બન્યા છે. કેટલાક ગામોમાં બીમાર પડેલા પશુઓની હજુ સુધી સારવાર પણ કરવામાં આવેલ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં આવા લમ્પી વાઇરસની સારવાર કરવાની જગ્યાઅે લોકો અંધશ્રદ્ધા તરફ વળતા જોવા મળી રહ્યા છે. અને આવા પશુઓને સાજા કરવા માટે બડવા ભુવા પાસે જઈને વિધિ કરાવતા હોય છે. કડુચી ગામના સંજયભાઇ રટોડાઅે ભાસ્કરના પ્રતિનિધિ સાથે આ અંગે વાત કરી હતી.

આ બાબતે સરકાર દ્વારા જનજાગૃતિ લાવવા અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે ગામમાં ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલાક ગામોમાં હજુ પણ લમ્પી વાઇરસ હોવા છતાં પશુઓની સારવાર કરવામાં આવતી નથી, પણ એના બદલે ભૂવા પાસે લઇ જવાય છે. આવી અંધશ્રદ્ધાના કારણે પશુઓને મોટાપાયે નુકસાન થવા પામેલું છે. કડુચી સહિતના ગામોમાં સરકારી તંત્ર દ્વારા પશુઅોમાં તપાસ કરી લમ્પીગ્રસ્ત પશુ મળી અાવે તો તાત્કાલિક સારવાર શરૂ કરાય તે જરૂરી છે.

ગૂગલનો ધૂપ અને લીમડાના પાનાનો ધુમાડો કરવો
સંતરામપુર તાલુકાના કડૂચી ગામના સંજયભાઈના મારગડા ગામના સંબંધીઅે જણાવ્યુ હતુ કે ગાય બીમાર પડવાથી માતાજીનો કોપ છે. એની વિધિ કરવી પડે ગૂગલનો ધૂપ અને લીમડાના પાના તેનો ધુમાડો કરવાનું જણાવેલું હતું. પાંચ દિવસ થયા છે સાત દિવસે મટી જાય છે.

તાલુકામંા 20787 પશુઅોને રસીઅો મૂકી
સંતરામપુર તાલુકામાં લમ્પી વાઇરસના અત્યાર સુધી 88 જેટલા કેસ નોંધાયા છે. જેઅોની સારવાર ચાલુ કરતાં લમ્પીગ્રસ્ત પશુઅોની હાલત સુધારા પર છે. અત્યાર સુધી સંતરામપુર તાલુકામાં 20787 પશુઅોને રસી મુકવામાં અાવી છે. લમ્પીગ્રસ્ત પશુઅોને ભૂવા બડવા પાસે લઇ જતાં હોવાની કોઇ જાણ અમને નથી તેમ છતાં આ અંગે તપાસ કરાવીને જાગૃતતા લાવીશું.
> હસમુખ જોષી, પશુપાલન નિયામક, મહીસાગર

અન્ય સમાચારો પણ છે...