ભાસ્કર વિશેષ:સંતરામપુર ગાયત્રી શકિતપીઠના પાટોત્સવની ઉજવણી

સંતરામપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર ગાયત્રી શકિતપીઠના પાટોત્સવની ધામધુમથી કરાતી ઉજવણી - Divya Bhaskar
સંતરામપુર ગાયત્રી શકિતપીઠના પાટોત્સવની ધામધુમથી કરાતી ઉજવણી
  • આજે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ વિવિધ સંસ્કારો સંપન્ન કરાશે

સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના શ્રદ્ધેય ચિન્મય પંડ્યાજીનું આગમન થતા ગાયત્રી શક્તિપીઠના પરિજનો તથા ભક્તો આનંદવિભોર થઈ દર્શનનો લાભ લીધો. ચિન્મયજી પર શક્તિપીઠથી યજ્ઞશાળા સુધી આદિવાસી લોકનૃત્ય તેમજ ફુલવર્ષા કરવામાં આવી હતી. મંચ ઉપર ડો. કુબેર ડીંડોર દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ પાઘડી પહેરાવી ફૂલહારથી ગુજરાત ઝોનના વડા જાની અને ટ્રસ્ટના ટ્રસ્ટીગણો રામજીભાઈ, નાથાભાઈ, સોમાભાઈ પટેલ વિગેરે ફૂલહારથી સ્વાગત કર્યું.

વધુમાં પ્રવચન તેમજ 300થી વધુ મંત્રદીક્ષા આપી યજ્ઞશાળામાં બેઠેલા યજમાન તેમજ દીક્ષાધારી આજુબાજુ બેઠેલા પરિજનોને પ્રવચનમાં નવચેતના જાગરણ પ્રવચન આપી ભાવવિભોર બનાવેલ છે. યજ્ઞશાળાની ચારે બાજુ સાહિત્ય સ્ટોલ, વ્યસનમુક્તિ સ્ટોલ, તેમજ પ્રાકૃતિક ચિકિત્સાલય, મેડિસિન, આયુર્વેદિક સ્ટોલ આવેલ છે.

જેનો લાભ પરિવારના પરિજનો તેમજ ભાવિક ભક્તોએ ઉત્સાહભેર લાભ લીધો. આજના મહાયજ્ઞની પૂર્ણાહુતિ થતા આ જ પરિસરમાં આવેલ માં ભગવતી ભોજનાલયમાં 20,000થી પણ વધુ ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો. તા. 6/11/2022 ના રોજ 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ તેમજ વિવિધ સંસ્કારો સંપન્ન કરવામાં આવશે. અને મહિલા સંમેલન યોજાશે. જેનું સંચાલન રામજીભાઈ ગરાસીયા ગાયત્રી શક્તિપીઠ વ્યવસ્થાપક દ્વારા સફળ સંચાલન કરવામાં અાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...