સંતરામપુર માં વણકરવાસ અને નવા બજારમાં એક જ રાતમાં ચાર બંધ મકાનોને તસ્કરોઆ નિશાન બનાવી રોકડા રકમ અને દાગીનાની તસ્કરો ચોરી થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. સંતરામપુરના વણકરવાસના દીપકભાઈ ચાવડા અને નજમાબેન શેખ બંને લગ્ન પ્રસંગ હોવાથી બહાર ગયા હતા.
જ્યારે બાજુના મકાનમાં રહેતા નિવૃત તલાટી નારણભાઈ પરિવાર સાથે મેડાપર સૂઈ રહ્યા હતા.ત્યારે ચોરો નીચે મકાનમાં ઘુસીને ઘરનો સામાન તથા તીજોરી રફેદફે કરી અંદર મુકેલ રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન ગયા હતા. નવા બજાર માં પણ બંધ મકાનના તાળા તૂટેલા હતા.
એક જ રાતમાં ચાર મકાનને નિશાન બનાવતા આજુબાજુના રહીશો દોડી આવેલા હતા. બંધ મકાનને ચોર ટાર્ગેટ બનાવતા હોવાથી પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને દરેક વિસ્તારોમાં પોલીસ પોઈન્ટની મુકવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી હતી.
એક લાખની ચોરીની ફરિયાદ નોંધાઇ
સંતરામપુરના વણકર વાસમાં તસ્કરો દ્વારા તીજારીમાં મુકેલા સોનાનું મંગળસૂત્ર ત્રણ તોલા જેટલું વજન નું સોનાનું મંગળસૂત્ર કાળા પારા વાળો આશરે અઢી તોલા જેટલું સોનાની બંગડી નંગો ૨ આશરે તોલા ૪ કુલ રૂા. 1,96,500ની ચોરી થઇ હોવાનું પોલીસ મથકે નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.