ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ડીસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાઇ હતી. જેમા મોટી સંખ્યામાં સરપંચ તથા સભ્ય માટે લોકોએ ઉમેદવારી નોંધાવતા ચૂટણીમાં વિજેતા ઉમેદાવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. સંતરામપુર તાલુકાની આમલીયાત ગ્રામ પંચાયતના વોર્ડ 3ની મહિલા સભ્ય બારીયા રેખાબેન રાજેશભાઈ પણ વિજેતા બન્યા હતા. ત્યારે રેખાબેને તેમના ચૂંટણી ઉમેદવારી પત્રમાં 2 બાળકો હોવાનું દર્શાવ્યું હતું. પરંતુ હકીકતમાં તેમને 4 સંતાનો છે.
જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં સાચી હકીકત છુપાવીને ખોટી માહિતી જણાવી હોવાથી તેમને ગેર લાયક ઠરાવવાની જોગવાઈને અનુલક્ષીને તેઓએ પંચાયત સભ્યપદેથી દૂર કરવા માટે રાજ્ય સરકાર ચૂંટણી પંચ, કલેક્ટર અને ટીડીઓને રજૂઆતો કરવામાં આવી હતી. જેના અનુસંધાને તપાસ કરતા તેઓની વિરુદ્ધ થયેલી રજૂઆત સાચી જણાતા તેઓને તેમના બચાવની તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા. અંતે ટીડીઓએ તેમને પંચાયતના સભ્ય પદે ગેરલાયક ઠેરવવાનો હુકમ કરી તેમને પંચાયત સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.