વાત ગામ ગામની:બેણદા ગામના 50 પરિવારજનો રસ્તાથી વંચિત, 3 કિમીનો ફેરો

સંતરામપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ રસ્તો ન હોવાથી 108 ન આવતાં પ્રસુતિના કિસ્સામાં ઝોલીમાં લઇ જવું પડે છે
  • રસ્તા માટે રજૂઆત કરી પણ રસ્તો મંજૂર કરતાં નથી

બેણદા ગામે 50 ઉપરાંત પરિવારોનું નામ મતદાર યાદીમાં નામ તો છે. પણ સુવિધાઅો મળવામાં શુન્ય છે. બેણદા ગામના 50 પરિવારને અાવવા જવા માટે 50 વર્ષથી રસ્તાની સુવિધા ગ્રામ પંચાયત અાપી શક્યુ નથી. ગામના બાળકોને અભ્યાસ કરવા માટે જવામાં તકલીફ પડતાં ગ્રામજનો દ્વારા ત્રણ વર્ષે પહેલા પગદંડી રસ્તો જાતે બનાવ્યો છે. પરંતુ ગ્રામજનો પાકો રસ્તાની માંગણી કરી રહ્યા છે. કારણકે ગામમાં પ્રસુતિ કે અન્ય બીમારી હોય તેવા સમયે ગામમાં 108 પણ અાવી શકતી નથી જેથી ઝોલીમાં બહાર સુધી લઇ જવા પડે છે. કેટલીક વાર તો મહિલાને કાચા રસ્તે ઉચકીને લઈ જતા રસ્તામાં જ પ્રસ્તુતિ થઈ જતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. રસ્તાની સુવિધા વગર ગામજનોની કફોડી સ્થીતિ થઇ છે. પાકા રસ્તા માટે અનેકવાર રજુઅાત કરવા છતાં હજુ સુધી પાકા રસ્તો બન્યો નથી. તેમજ ગામમાં સાંજના સમય બાદ વિજપુરવઠો પણ ન મળતો હોવાથી ધરની બહાર પર નીકળી શકાતું નથી. રસ્તા સહીતની સુવિધા વગરનું બેણદા ગામ વર્ષોથી પાકા રસ્તાની રાહ જોઇ રહ્યુ છે.

રસ્તો મંજૂર કરવામાં આવતો નથી અમે છેલ્લા ઘણા સમયથી માર્ગ અને મકાન વિભાગ, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિવસ સુધી અમને આ રસ્તાની મંજુરી મળી નથી. જિલ્લા પચાયત અને તાલુકા પંચાયતમાં રસ્તાની મંજૂરી માટે કાગળો લખવા છતાંય રસ્તો મંજૂર કરવામાં આવતો નથી: ગરોડ વાલજીભાઇ કોયાભાઇ,સરપંચ, બેણદા

અન્ય સમાચારો પણ છે...