સંતરામપુર નગરની સત્યપ્રકાશ સોસાયટીમાં રહેતા બ્રીજેશ કટારા સાથે ભાવનાબેનના લગ્ન માસ પહેલા થયા હતા. લગ્ન બાદ પતિ બ્રિજેશ કટારા તથા તેના સાસરીયાઓ સહ્ય ત્રાસ આપતા હતા. અવાર નવાર માનસીક ત્રાસ આપીને મારઝુડ કરતાં હતા. ગુરૂવારે ભાવનાબેનને ગળે ફાંસો ખાધો હોવાનો ફોન બ્રીજેશનો ભાવનાબેનના પિતાને કરતા પરિવારજનો દોડતા હોસ્પીટલ પહોચ્યા હતા.
મારી દિકરીને મારી નાખી હોવાનું કહીને ભાવનાબેનના સંગાઓએ બ્રીજેશ કટારા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.મૃતક ભાવનાબેના પતિ સહીતના સંગાઓએ મારી દીકરીને મારી નાખી હોવાના આક્ષેપ કરીને હોસ્પીટલમાં હોબાળો મચાવીને મૃતદેહને સ્વીકારનો ઇન્કાર કર્યો હતો. મૃતકના પિતાએ જણાવેલ કે છેલ્લા બે માસથી મારી દીકરીને વારંવાર ત્રાસ આપતો હતો. લગ્ન થયાના બે જ મહિના થયા છે મારી દીકરી આવું કોઈ દિવસ પગલું ભરી શકે તેમ જ નહીં પરંતુ મારી દીકરીને મારી નાખી છે.
મૃતકના શરીરના ભાગો ઉપર મારેલાના નિશાનો પણ જોવાઈ મળ્યા હતા. ચાર કલાક સુધી મૃતદેહ ન લેતાં સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધીકારીનો કાફલો હોસ્પીટલ પહોચ્યો હતો. સંતરામપુર મામલતદાર તથા પોલીસે મૃતકના સંગાઓને ન્યાય આપીને કડક કાર્યવાહી આવશે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો. સંતરામપુર પોલીસ મથકમાં પતિ બ્રિજેશ દલસુખભાઇ કટારા તથા નણંદ જાગુબેન કટારા એ એકબીજાની મદદગારીથી ભાવનાબેનને કોઇ કારણોસર ગળેફાસો આપી તેમજ શરીરે ઢોર મારમારી મૃત્યુ નિપજાવ્યું હોવાની ફરીયાદ નોધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.