જર્જરીત મકાન તૂટ્યું:સંતરામપુરમાં ભારે વરસાદમાં 1 મકાન તૂટ્યું, 1ની દીવાલ તૂટી

સંતરામપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાજ્યાખુદનો પરિવાર ઘરમાં જ હતો ને દીવાલ તૂટી પડી
  • પાલિકાઅે મકાન ઉતારવા માલિકને નોટિસ અાપી હતી

ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે જર્જરીત તથા કાચુ મકાન તુટી પડવાના બનાવો બનતા હોય છે. જેને લઇને પાલીકા દ્વારા જર્જરીત મકાનોને નોટીસ પણ અાપવામાં અાવે છે. ત્યારે સંતરામપુર તાલુકામાં વરસાદને કારણે 2 મકાનો ભાગ ધરાસાઇ થતા નુકશાન થયુ હોવાની માહિતી મળી છે. જેમા સંતરામપુરના મેન બજારમાં વરસાદના કારણે 60 વર્ષ જૂના મકાનનો ઉપરનો ભાગ ધરાસઇ થતા નીચે પડવાથી જોરદાર ધડાકો થયો હતો. જેને લઇને આજુબાજુના લોકોદોડી અાવ્યા હતા.

નિચેથી કોઇ પસાર કે ઉભુ રહેલ નહી હોવાથી જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા નગરપાલિકા રસ્તાની બંને બાજુ પતરા મારી રસ્તો બંધ કરવામાં આવેલો હતો. અને પાલિકાએ મકાન માલિકને તાત્કાલિક આખુ મકાન ઉતારી દેવા માટેની નોટિસ આપી હતી. પરંતુ 60 વર્ષથી દુકાનદારોનો કબ્જો હોવાથી ખાલી કરવા માટે તૈયાર જ નથી જેને લઇને સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો કે મકાન માલિક અને કબજેદારની લડાઇમાં રોડ પરના જૂના જર્જરીત મકાનથી મોટી દુર્ઘટના સાથે જોખમી કારક બની રહ્યું છે. હાલ ત નગરપાલિકા મકાનની બાજુમાં પતરા મારીને રસ્તો બંધ કરી દીધેલો હતો.

બીજી ઘટનામાં તાલુકાના વાજ્યા ખુદના ડબોડી ફળિયામાં રહેતા માલ કાંતિભાઈ કમજીભાઈ પોતાના મકાનની અંદર પરિવાર સાથે હતા ત્યારે કાચા મકાનમાંથી દિવાલ તૂટી પડી હતી અને એક સાઈડ નું આખું છાપરું બેસી ગયું હતું અને આખો પરિવાર આવી ઘટના બનતા જ ખૂણામાં એક સાઇટ આખી રાત બેસી રહ્યા પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. ઘટનાની જાણ થતા તલાટી સરપંચ સહિત સ્થળ ઉપર જઈને પંચ કેસ પણ કરેલો હતો.

અન્ય સમાચારો પણ છે...