લુણાવાડામાં ગેરકાયદે બાંધકામો રાફડો ફાટી નિકળ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પાછલા કેટલાય વર્ષોથી અનેક લોકોને નોટિસ આપવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં નોટિસ આપીને ખેલ પડાતો હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે લુણાવાડા નગરમાં મધવાસ દરવાજા પાસે ઉષ્માનિયા નગર સોસાયટીમાં R-માર્ટ સામે પાલિકાનો આરસીસી રોડ તોડી કોમન પ્લોટમાં ગેરકાયદે રીતે બાંધકામ શરૂ થયાની અનેક ફરિયાદો જોવા મળી છે.
લુણાવાડા પાલિકા દ્વારા આ બાંધકામના સર્વે નં. 115/117નો પ્રાંત ઓફિસમાં કેસ ચાલતો હોવાથી આ મિલકતમાં પડેલ ફેરફાર નોંધ નં.4915 અને નં.4916નો સીટી સર્વે સુપરિટેન્ડરનો નિર્ણય રદ કરવામાં આવેલ છે. જેથી આ વિવાદિત જમીનને DILR કચેરી દ્વારા માપણી કરી હદ નિશાની નક્કી કરવામાં ન આવે અને આખરી નિર્ણય લેવામાં ન આવે ત્યાં પાલિકાઅે કોન્ટ્રાક્ટર હેમાંગભાઈ ત્રિવેદીને મનાઈ હુકમ આપવામાં આવતા પાલિકાઅે ભાંગરો વાટતા મોટો વિવાદ સર્જાયો હતો.
પાલિકાને પોતાની ભુલ સમજાતાં કોમ્પ્લેક્સ બનાવનાર મૂળ મલિક ભૂરા બુરહનીદ્દીન મુસ્તાક એહમદને નોટિસ આપવામાં આવી છે. પરંતુ તેમના ઘરે નોટિસ ન સ્વિકારતા પાલિકા દ્વારા રજિસ્ટર એડી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આવા ભુ-માફિયાઓ સામે કાર્યવાહી થશે કે પડદો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.