મહિલા કર્મયોગી દિવસની ઉજવણી:મહીસાગરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને વિવિધ કાયદાઓ વિશે માહિતી આપાઈ

મહિસાગર (લુણાવાડા)2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ખાતેની જિલ્લા પંચાયત કચેરીના હોલમાં “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમ અન્વયે મહીસાગર જીલ્લામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી હેઠળ જાગૃત્તા શિબિર રાખવામાં આવી હતી. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 હેઠળ જુદી જુદી કચેરીઓમાં રચના કરી આંતરિક કમિટીના અંદાજે 100થી વધારે સભ્યો હાજર રહ્યા હતા.

મહિલાઓને વિવિધ કાયદાઓ વિશે માહિતી આપાઈ
આ સેમીનારમાં કામકાજ ના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગેની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા દહેજ પ્રતિબંધક અધિકારી પંકજ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જેમાં કાયદા મુજબ ભોગ બનનાર સ્ત્રી કોને કહી શકાય?, નોકરી કરનાર કોને ગણી શકાય?, સામાવાળા એટલે કોણ? જાતીય સતામણી એટલે શું?, ભોગ બનનારે અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને દીવાની અને ફોજદારી કાર્યવાહી માટે કેવા પ્રકારની મદદ અને રાહત ભોગ બનનારને મળી શકે?, સ્થાનિક અને આંતરિક કમિટી નું માળખું અને કાર્યો, તપાસ દરમ્યાન ભોગ બનનાર મહિલા ને કેવા પ્રકારની રાહત મળવાપાત્ર છે. તેમજ આ કાયદાની જોગવાઈઓના ભંગ બદલ સજા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મહિલાઓ માટે જોગવાઈ અંગેની વિસ્તૃતી જાણકારી અપાઈ
તેમજ મહિલાલક્ષી કાયદાઓ અને IPC -1860 હેઠળ મહિલાઓ માટે થયેલ જોગવાઈ અંગેની વિસ્તૃતી જાણકારી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેકટર ધેનુબેન ઠાકર દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...