ગુજરાત ST ‘અ’સલામત:લુણાવાડા પાસે બસમાં આગ લાગતાં મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો; કંડક્ટર દાઝ્યો

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસટી બસમાં આગ લાગતાં મુસાફરો જીવ બચાવા બારીમાંથી કુદતા નજરે પડે છે. - Divya Bhaskar
એસટી બસમાં આગ લાગતાં મુસાફરો જીવ બચાવા બારીમાંથી કુદતા નજરે પડે છે.
  • મુસાફરો ભરેલી દાહોદ રાધનપુર બસમાં આગ, બચાવ કામગીરી કરતાં કંડક્ટર દાઝ્યો
  • એન્જિન પાસે ઓઇલ ઢોળાયેલ હોવાથી આગ લાગી હોવાનું તારણ

દાહોદ ડેપોમાંથી દાહોદથી રાધનપુર જતી ગુર્જર નગરીએસટી બસમાં 50 કરતા વધુ મુસાફરો લઇને ઉપડી હતી. બસ લુણાવાડા કોટેજ ચોકડી પાસેથી પસાર થતી હતી. તે દરમ્યાન ચાલુ બસમાં અચાનક કોઇક કારણસરએન્જીનના ભાગમાં આગ ભભુકતાં ધુમાડાના ગોળા વળતાં બસમાં બેસેલા મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી.

મુસાફરો ​​​​​​જીવ બચાવવા બારીમાંથી નિકળ્યા
​​​​​​
​​ગુર્જર નગરી બસના આગળની તરફ દરવાજો હોવાથી આગળના ભાગામાં આગ લાગતાં જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદીને જીવ બચાવ્યો હતો. ખિચોખીચ ભરેલી બસનાએન્જીનમાં લાગેલી આગનેઓલવવા જતાં બસના કંડકટરનો હાથ દાઝયો હતો. બસમાં આગ લાગતાં આસપાસના રહીશો દોડી આવીને મુસાફરોનો સામાન બચાવ્યો હતો.

ઓઇલ ઢોળેલું હોવાના કારણે આગ લાગી
બસના આગળના ભાગે લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બસમાં આગ લાગતાં મુસાફરો બારીમાંથી કુદી પડતા જાનહાની ટળી હતી. આગ લાગેલી બસ દાહોદ ડેપોની હતી. બસનાએન્જીન પરઓઇલ ઢોળેલું હોવાથી ગરમીના કારણે અચાનક આગ લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.