લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ:ભારે ઉકળાટ અને બફારા બાદ લાંબા સમયે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

મહિસાગર (લુણાવાડા)13 દિવસ પહેલા
  • હજી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે
  • અનેક વિસ્તારોમાંથી ઘુંટણ સમાં પાણી વહ્યાં

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા આખા દિવસના ભારે ઉકળાટ અને બફારા બાદ એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘુંટણ સમાં પાણી વહ્યાં હતા. પીપળી બજાર, માંડવીબજાર, હુસેની ચોક, હટાડીયા બજાર, દરકોલી દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હજી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે
છેલ્લા કેટલાક દિવસોથી નહિવત વરસાદની હાજરીથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ત્યારે આજે થોડી વાર માટે લુણાવાડા પંથકમાં વરસેલા વરસાદે પાણી પાણી કરી દીધું હતું. પરંતુ હજુ જિલ્લામાં સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે વરસેલો વરસાદ લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં જ પડ્યો છે. જિલ્લાના બીજા વિસ્તારોમાં હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...