ભાસ્કર ઇમ્પેક્ટ:ઝેર ગામમાં પાણીના બોરની કામગીરી શરૂ થઇ, ચાર વર્ષ ટળવળ્યા બાદ આખરે ફળિયાના રહીશોને પાણી મળ્યું

લુણાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝેર ગામના  પગી ફળિયામાં  પાણીના બોરની કામગીરી શરૂ કરવામાં આવી - Divya Bhaskar
ઝેર ગામના પગી ફળિયામાં પાણીના બોરની કામગીરી શરૂ કરવામાં આવી
  • ગ્રામજનો 1 કિલોમીટર દૂરથી છોટા હાથી તેમજ બાઈક દ્વારા પાણી ભરવા મજબૂર બન્યાં હતાં

ખાનપુર તાલુકના ઝેર ગામના પગી ફળિયામાં છેલ્લા 4 વર્ષથી હેડપંપ બંધ હાલતમાં અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ નિકાલ નહિ આવતા ગ્રામજનો 1 કિલોમીટર છોટા હાથી તેમજ બાઈક દ્વારા પાણી ભરવા મજબુર બન્યા હતાં. જે અંગેના દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇજનેર એ.એસ.ચૌધરીને ઘ્યાને આવ્યું હતું કે ગામમા હેડપંપ બંધ હાલતમાં છે.

ગ્રામજનોને 1 કિલોમીટર દૂર છોટા-હાથી ગાડી તેમજ બાઈક અને ચાલીને પાણી લેવા ગ્રામજનો મજબુર બન્યા છે. ગ્રામજનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી એક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. જેથી પશુપાલકો પોતના પશુઓને પાણી પીવા માટે 1 કિલોમીટર દૂર આવેલા હેડપંપ લઇ જવા મજબુર બન્યા હતા.

ત્યારે આ સમગ્ર મામલો ઘ્યાને લઈ ટેકનિકલ વિભાગના ઇજનેર એ.એસ. ચૌધરી દ્વારા સ્થળ મુલાકાત કરી ત્યાંની પરિસ્થતિને સમજી તુરંત જ બોર કરી તાત્કાલિક ધોરણે પાણી મળતાં ગ્રામજનોએ દિવ્ય ભાસ્કર સહિત જીલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.ગામમા ઘણા સમય બાદ પોતાના ફળિયામા પાણી મળતાં ખૂબ આનંદ અનુભ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...