સેલ્ફી પોઇન્ટે લોકોમાં આકર્ષણ જમાવ્યું:મહીસાગરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ; મહત્તમ મતદાન થાય તે અર્થે અવનવી પ્રવૃતિઓ હાથ ધરાઇ

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ગોઠવેલા લોકશાહીના અવસર અંગેના સેલ્ફી પોઇન્ટ તમામ વય જુથના મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

સાઈન કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ગોઠવેલા લોકશાહીના અવસર અંગેના સેલ્ફી પોઇન્ટ તમામ વય જુથના મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ ઉપર મિત્રો સહિત ફોટો લઇ પોતે મતદાન કરવા માટે તૈયાર છે અને અન્યને મતદાન કરવાની અપિલ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને આગામી ચૂંટણીમાં પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવા અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાંના એક નવતર પ્રયોગ સ્વરુપે મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા સાઈન કરી સાઈન કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના અમુક સ્થળોએ સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે, જેમાં સાઈન કરી તમે મતદાન કરવા માટે પ્રણ લઈ શકો અને બીજાને પણ આવું કરવા માટે પ્રેરણા આપી શકો છો. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સમજ અપાઈ રહી છે.

નવચેતન હાઇસ્કુલ ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલી
અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત બાલાસિનોર તાલુકાના નવચેતન હાઇસ્કુલ ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભર ભાગ લીધો. કડાણા તાલુકાની એચ.એચ.શેઠ.હાઇસ્કુલ, માલવણ ખાતે બાળકો દ્વારા મતદાન માટે લોક જાગૃતી અંગે નાટ્યસ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ નાટયકલા દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં એક-એક મતની કિંમત સમજાય તે અંગે લેખન અને અભિનયના અદભુત સમન્વય સ્વરુપ નાટક રજુ કર્યા.

ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવું આયોજન
જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સહિત વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...