ભાજપને જીતાડવા અપીલ:ઉત્તરાખંડના પર્યટન અને લોકનિર્માણ મંત્રી પ્રચાર અર્થે લુણાવાડામાં; ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક કર્યો

મહિસાગર (લુણાવાડા)7 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંજ અલગ- અલગ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. મહીસાગર જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રચાર તેજ ગતિએ કરીને સભા-બેઠકો યોજી જનસંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીજ્ઞેશ સેવકના પ્રચાર અર્થે ઉત્તરાખંડ રાજ્યના લોકનિર્માણ અને પર્યટન મંત્રી સતપાલજી મહારાજ આવ્યા હતા.

ભાજપના ઉમેદવારના પ્રચારમાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી
મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકના પ્રચારમાં આવેલા ઉત્તરાખંડના લોકનિર્માણ અને પર્યટન મંત્રી સતપાલજી મહારાજે જનસંપર્ક કરી ભાજપને જીતાડવા અપીલ કરી હતી. લુણાવાડા ગ્રામ્ય વિસ્તારમાં ભૂલા ખાંટની મુવાડા, દોલતપૂરા, મલેકપૂર, ગેંગડીયા, સોનિયાના મુવાડા, કંબોયા, રાજગઢ, નવાગામ પાલ્લી સહિતના ગામોમાં જનસંપર્ક કર્યો હતો. તેમણે ગુજરાતના પ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા ઉત્પત્તિ વિશે ગુજરાત અને ઉત્તરાખંડના સાંસ્કૃતિક સંબંધને વિષે ઉલ્લેખ કરતાં લોકો સાથે ભાવાત્મક જોડાણ કર્યું હતું.

લોકપ્રિય સરકારને ફરીથી બહુમતીથી જીતાડવા અનુરોધ
સતપાલજી મહારાજે ડબલ એન્જિન સરકારથી અવિરત વિકાસ કાર્યોને અને આયુષ્યમાન ભારત, કિસાન સન્માન નિધિ સહિત અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે, ત્યારે આ લોકપ્રિય સરકારને ફરીથી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. તેમના આ જનસંપર્ક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...