મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતના ખેતરમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં છેલ્લા 4,5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ગત શનિવારની વહેલી સવારે પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરીથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતનો તૈયાર થયેલ પાક પલડી ગયો છે તો બીજી બાજુ પશુધન માટેનો ઘાસચારો પણ પલડી જવાથી બગડી ગયો છે.
મહીસાગર જિલ્લા મોટા ભાગે ઘઉં, ચણા, મકાઈ, બાજરી તેમજ અમુક વિસ્તારોમાં વરિયારી, રાયડો અને એરંડા જેવા પાકોનું વાવેટર કરવામાં આવ્યું હતું. રવિ પાક પાકીને તૈયાર થઈ ચૂક્યો હતો. ત્યાં તો આફત થઈને આવેલા વરસાદે બધુ જ તહેસ નહેસ કરી નાખ્યું છે. ગતરોજ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાનપુર તાલુકામાં ખાબક્યો છે. તાલુકાના બાકોરમાં તો રાત્રીએ જાણે રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ ધોધમાર વરસાદથી તૈયાર થયેલો પાક આડો પડી ગયો અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પોહચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા જતા ખાનપુર તાલુકાના નરોડા ગામે મોટા ભાગના ખેતરોમાં તૈયાર થયેલો ઉભો પાક વરસાદના કારણે પલડી જવાથી બગડી ગયો છે.
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા નરોડા ગામના ખેડૂત કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઇ રાત્રીએ વાવાજોડા સાથે વરસાદ આવ્યો. નરોડા પંચાયતના તમામ ખેતરોનો પાક આડો પડી ગયો છે અને ઉપર પાણી પડવાના કારણે પાક બગડી ગયેલો છે. 90 % જેટલું અંદાજીત ખેડૂતોને નુકસાન છે. અમે આમે જંગલી પ્રાણીઓથી કંટાળી ગયા છીએ અને કુદરતે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ કરી છે. ખેતરોનું સર્વે કરી સારું વળતર મળે તેવી અમારી માગ છે. અમે ખેતરમાં ઘઉં, મકાઈ, ચણાં, મેથી અને દિવેલાનું વાવેતર કરેલું હતું અને હાલ તમામ પાક આડો પડી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.