• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Under The Auspices Of Majdur Sangh, Various Workers And Workers Of Mahisagar District Submitted A Complaint To The Collector Regarding Pending Issues.

પડતર માગોને લઈ વિરોધ પ્રદર્શન:મજદુર સંઘના નેજા હેઠળ મહીસાગર જિલ્લાના વિવિધ કર્મીઓ અને કામદારોએ કલેકટરને આવેદન પાઠવ્યું

મહિસાગર (લુણાવાડા)17 દિવસ પહેલા

રાજ્ય ભરમાં કર્મચારીઓ અને વિવિધ સંઘઠનો પોતાની વિવિધ પડતર માંગોને લઈ વિરોધ પ્રદર્શન, રેલી ધરણાં યોજી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આજે અલગ અલગ વિભાગના કર્મીઓ અને કામદારો પોતાની પડતર માગોને લઈ મેદાને આવ્યા છે.

ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ મહીસાગર જિલ્લા મજદુર સંઘ દ્વારા અલગ અલગ વિભગના કર્મીઓ અને કામદારો મોટી સંખ્યમાં ભેગા થઈ સંયુક્ત મોરચે મહીસાગર જિલ્લા સેવાસદન ખાતે પોહચ્યાં હતાં. જ્યાં તેઓના પડતર પ્રશ્નોને લઈ જિલ્લા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર સોંપી મુખ્ય મંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડી હતી. જેમાં એસ.ટી. વિભાગના કર્મીઓ આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા વર્કર્સ બહેનો, ફેશીલીટેટર, મધ્યાહન ભોજનના સંચાલકો સંયુક્ત મોરચો કરીને વિશાળ સંખ્યામાં ભેગા થઈ ભારે સુત્રોચાર કર્યા હતા.

એસ.ટી. વિભાગના કર્મીઓના વિવિધ પડતર પ્રશ્નો

  • ગુજરાતના તમામ કર્મચારીઓને મોઘવારી ભથ્થા 34% મળે છે, જ્યારે એસ.ટી. નિગમના કામદારોને 17% મળે છે.
  • એસ. ટી. ના ડ્રાઈવર અને કન્ડક્ટર ભાઈને ઇન્ક્રીમેન્ટની અસર કે નોશન ગણ્યા વગર પગાર ફિક્સેસન કરેલ હોય કામદારોને ખુબજ નુકશાન છે.

આંગણવાડી કાર્યકરના વિવિધ પડતર પ્રશ્નો

  • આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરી લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજિક સુરક્ષા આપે
  • આંગણવાડી કાર્યકરને18,000 અને તેડાગરને 9,000 ઓછામાં ઓછું વેતન આપવું
  • નવી શિક્ષણ નીતિ અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળા તરીકે માન્યતા આપી કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષક અને હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે નિમણૂક કરવી
  • આંગણવાડી કાર્યકર/હેલ્પર બહેનોને 100% જગ્યા સિનિયોરિટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.

આશા વર્કર અને ફેસીલિટેટરના વિવિધ પડતર પ્રશ્નો

  • આશા વર્કરને 18,000 અને આશા ફેસીલિટેટરને 24,000 પગાર તેમજ આગળ મળતા તમામ લાભો ચાલુ રાખવા
  • આશા ફેસિલિટેટરને અન્ય રાજ્યોની જેમ 20 દિવસની વિઝિટન સ્થાને 30 દિવસની વિઝીટ કરી હાલના મળતા વિઝીટ પ્રમાણે વેતનમાં વિઝીટ દીઠ રૂ.375 કરવા તેમજ પાછળ તમામ નાણાકીય લાભો ચાલુ રાખવા
  • આશા વર્કર/આશા ફેસિલિટેટર બહેનોને ટી.એ/ડી.એ ના લાભ આપવા
  • આશા વર્કર /આશા ફેસિલિટેટર બહેનોને દરવર્ષે ફરજીયાત 2 (બે) જોડી સાડી આપવી
  • વય મર્યાદાને દૂર કરીને, લાયકાત ધરાવતી આશા અને આશા ફેશિલીટરને પદ પર બઢતી આપવી જોઈએ.
  • નિવૃત્તિ લાભ તરીકે રૂ. 5 લાખની એકમ રકમ ચૂકવવી જોઈએ.
  • આશા સંગિનીને સુપરવાઈઝરનો દરજ્જો આપવો જોઈએ.
  • આશા/આશા સંગિની કામદારોનો વીમો હોવો જોઈએ અને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વળતર તરીકે 10 લાખ રૂપિયા આપવા જોઈએ.
  • આશા/આશાફેસીલીટર કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લઈ, E.P.F. અને E.S.I.ના લાભો આપવા જોઈએ.

મધ્યાહન ભોજનના સંચાલકોના વિવિધ પડતર પ્રશ્નો

  • નવી શિક્ષણ નીતિ મુજબ દરેક પ્રાથમિક શાળા ના પટાવાળા/કલાર્કની જગ્યા ઉપર આ યોજનાના કર્મીઓને અગ્રતા એવી
  • અંશકાલીન કર્મચારીઓની જેમ મધ્યાહન ભોજનના સંચાલકોને પણ કોર્ટના ચુકાદા મુજબ પ્રતિદિન રૂ.220 ચુકવવામાં આવે
  • રસોઈયા અને મળદનીસોને કામગીરીના મુલ્યાંકનના આધારે પોષણયુક્ત મહેનતાણાની જોગવાઈ કરવામાં આવે
  • આ યોજનાના રસોઈયા અને મદદનીશોને વીમા કવચથી સુરક્ષિત કરી એપ્રન,સાડી,ગ્લોઝથી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતિની જોગવાઈ મુજબ ભોજન માતાનું નામ કરણ કરવું

આમ અલગ અલગ પડતર પ્રશ્નોને લઈ આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ જે છે તેના વિશે ચર્ચા વિચારણા કરવી જોઈએ. તેમ છતાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તાત્કાલિક બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે. તે પ્રમાણે આગામી ચૂંટણી સમયે ભારતીય મજદુર સંઘના પડતર પ્રશ્નોના નિકાલ ન આવતા સરકાર વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે. તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...