ધરપકડ:મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર પિસ્તોલ સાથે MPના બે ઝબ્બે

સેવાલિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેલ્સની બસમાં સવાર બે શખ્સ પાસેથી બે પિસ્તોલ સાથે 3 કારતૂસ મળ્યાં

સેવાલિયા સ્થાનિક પોલીસ ટીમ વાહન ચેકીંગ દરમિયાન પસાર થતી ટ્રાવેલ્સની બસમાંથી પિસ્તોલ અને કારતૂસ ઝડપી પાડયા છે.પોલીસ ટીમે પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયેલ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસ ટીમ મંગળવારના રોજ વાહન ચેકિંગમાં હતી. તે દરમ્યાન બાતમી આધારે નાગપુરથી વાયા ઇન્દોર થઈ અમદાવાદ તરફ જતી એચ.કે ટ્રાવેલ્સ લકઝરી બસ નંબર AR 01 P 7125 આવતા તેની તલાશી લેવામાં આવી હતી.

તલાસી લેતા ટ્રાવેલ્સમાં સવાર બે ઈસમો પર શક જતાં તેની તલાશી લેતા તેની પાસેથી 2 નંગ પિસ્તોલ અને 3 નંગ કારતુસ મળી આવ્યા હતા પોલીસ ટીમ 2 નંગ પિસ્તોલ કિંમત 10,000 અને કારતૂસ નંગ 3 કિંમત 1500, મોબાઈલ નંગ 2 કિંમત 10, 000 તથા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.870 મળી કુલ રૂ.22,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે સેવાલીયા પોલીસ અખિલેશ કલ્યાણસિંહ ચંદેલ અને સત્યેન્દ્ર બીરેન્દ્રપાલ ચંદેલ બંને રહે મધ્યપ્રદેશ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...